SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૩/૨૦) (૪) ક્રોધમાં પણ તેનું મુખ કેવું સુંદર લાગતું હતું. – સ્મરણ. (૫) ધર્માત્મા વિદ્વાનો શું કહેશે ?-શંકા. (૬) તે તો (વે) સ્વપ્નમાં પણ દુર્લભ થઈ ગઈ. -દૈન્ય. (૭) અરે ચિત્ત સ્વસ્થ થઈ જા. – ધૃતિ. (૮) કોણ ધન્ય યુવક તેનું અધરપાન કરશે ! ચિન્તા. ३८७ આ શ્લોકમાં વિતર્ક, મતિ, શંકા, ધૃતિ-એ શાંતરસના વ્યભિચારિભાવો છે. ઔત્સુકચ, સ્મરણ, દૈન્ય, ચિન્તા-એ શૃંગારરસના વ્યભિચારિભાવ છે. શાંત અને શૃંગારનું નૈરન્તર્ય અને આલંબન એક્ચમાં વિરોધ હોય છે. તેમનું એકત્ર વર્ણન રસિવરોધી થવું જોઈતું હતું. પણ અહીં ‘વિતર્ક’નો ‘ઔત્સુચ’થી, ‘મતિ’નો, ‘સ્મૃતિ’થી, ‘શંકા’નો દૈન્ય’થી અને ‘ધૃતિ’નો ‘ચિંતા’થી ખાધ થઈ જાય છે. તેથી દોષ નથી. (iv) શ્રૃમિમતિ... ઈ. અહીં ‘વિપ્રલંભ શૃંગાર’ એ પ્રસ્તુત રસ છે. ચક્કર, બેચેની વગેરે કરુણનાં અંગરૂપ ચિહ્નો વર્ણવ્યાં છે. કરુણ રસ, વિપ્રલંભ શૃંગારનો વિરોધી રસ હોવા છતાં આ બધાં ચિહ્નો વિપ્રલંભનાં પણ હોઈ તેમનું વર્ણન કોષરૂપ નથી. (v) પાન્ડુલામમ્ હત્યારો ।- આખો શ્લોક આ પ્રમાણે છે. પા′ક્ષામ વતન યં સરસ તવાનાં ૨ વપુઃ । આવેતિ નિતાન્ત ક્ષેત્રિયોનું સદ્ધિ હવન્તઃ ॥ અહીં કરુણોચિત વ્યાધિનું વર્ણન છે. પણ શ્લેષથી અહીં વિપ્રલંભશૃંગારમાં પણ નાયિકા પર તેનો આરોપ કરાયો છે. તેથી તેની શૃંગાર પ્રત્યે સમારોપિત અંગતા હોવાથી શૃંગારમાં કરુણોચિત વ્યાધિના વર્ણનમાં દોષ નથી. (vi) જોષાત્ જોમતતોલ... ઈ. બીજા ઉદ્યોતની કા-૧૯ની વૃત્તિમાં આ શ્લોક અગાઉ આવી ગયો છે. અહીં ‘જોપાત્’, ‘વધ્વા’, ‘હન્યતે’ વગેરે શબ્દો શૃંગારના વિરોધી રૌદ્ર રસના અનુભાવો સૂચવે છે. રૂપક સંપૂર્ણ નહીં થતું હોવાથી, વધુ ઉપર વ્યાધનો આરોપ કર્યો નથી. તેથી રૌદ્રરસનો પૂરો પરિપોષ થયો નથી. પણ શૃંગારનો જ પરિપોષ થયો છે. તેથી અહીં રૌદ્રનાં અંગોનું શૃંગાર પર આરોપણ દોષરૂપ નથી. ૨૦,૨ (i) ડ્યું વાદમાવ પ્રાપ્તિન્યા... ઈ. ‘અત્યાર સુધી પ્રસ્તુત રસમાં વિરોધી ગૌણ હોય એવી સ્થિતિ દર્શાવેલ છે. હવે વસ્તુની દૃષ્ટિએ પ્રસ્તુત તેમજ વિરોધી બન્ને રસો અંગભૂત હોય તોપણ એમાં વિરોધ ન સમજવો. એટલે કે પરસ્પર વિરોધી રસો કે ભાવો વર્ણવાયા હોય, તોપણ તે બધા-બેય પક્ષના રસો કે ભાવો વાચ્યાર્થની દૃષ્ટિએ ગૌણ હોય તોપણ વિરોધ ન સમજવો.’ (ii) fક્ષો હસ્તાવનમ:... ઈ. (જુઓ. ઉ. ર, કા-૫ની વૃત્તિમાં). આ શ્લોકમાં કવિને અભિપ્રેત વાચ્યાર્થે શિવનો અતિશય પ્રભાવ વર્ણવવાનો છે. કરુણ અને
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy