SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ દવન્યાલોક મુખ્ય તો વિભાવ વગેરેથી થાય છે પણ તે વિભાવ વગેરે જ્યારે કોઈ વિશેષ શબ્દથી અસાધારણ રૂપથી પ્રતીત થાય છે ત્યારે તે પદ્યોત્યત્વ ધ્વનિ' કહેવાય છે. " (ii) થ્રીડાયોત્રિત... ઈ. ત્રિભાગ શબ્દ ચોથા પદના સામાસિક પદનો એક અંશ છે. તેનો અર્થ એવો છે કે તેણે આંખના ત્રીજા ભાગથી માત્ર તીરછી નજરે મારા તરફ જોયું. ગુરુજનો હાજર હોવા છતાં તેમને ન ગણકારીને જેમ તેમ કરીને તેણે અભિલાષ, મન્યુ, દીનતા અને ગર્વપૂર્વક મંથર દષ્ટિએ મારા તરફ જોયું, એ વાતનું સ્મરણ થવાથી, ‘ત્રિભાગ’ શબ્દની ઉપસ્થિતિને લીધે પ્રવાસવિપ્રલંભનું ઉદ્દીપન સ્પષ્ટપણે પ્રતીત થાય છે એમ લોચનકાર કહે છે. નાયિકા પોતાનો હૃદયભાવ ત્રાંસી નજરે કટાક્ષ ફેંકીને વ્યક્ત કરે છે એ તેની નાયક પ્રત્યેની આસ્થા બતાવે છે. નાયક આનું સ્મરણ કરે છે તે તેની નાયિકા પ્રત્યેની આસ્થા દર્શાવે છે. (ii) rઃ ઇત્યાદિ‘રામાભ્યધ્યમાં આવતો આખો શ્લોક આ પ્રમાણે છે कृतककुपितैर्बाष्याम्भोभिः सदैन्यविलोकितैः, वनमपिगता यस्य प्रीत्या धृतापि तथाऽम्बया। नवजलधरश्यामा पश्यन् दिशो भवती विना, कठिन हृदयो जीवत्येव प्रिये स तव प्रियः॥ અર્થાત-ખોટો કોપ કરીને, આંસુ વરસાવીને અને યામણી આંખો કરીને આટઆટલી રીતે માતાએ રોક્યા છતાં જેના પ્રત્યેના પ્રેમને લીધે તું વનમાં પણ ગઈ. તે તારો કઠોર હૃદયનો પ્રિય, હે પ્રિયે, નવજલધરોથી શ્યામ બનેલી દિશાઓને જોતો તારા વિના પણ જીવે જ છે.” (iv) Wનવનવીપૂળોઢા.... ઈ. “અમરુશતક' (૧૦૪)નો સંપૂર્ણ શ્લોક આ પ્રમાણે છે. स्मरनवनदीपूरेणोढाः पुनर्गुरुसेतुभिः, यदपि विधृतास्तिष्ठन्त्यारादपूर्णमनोरथाः । तदपि लिखित प्रख्यैरङ्गैः परस्परमुन्मुखाः, नयननलिनीनालानीतं पिबन्ति रसं प्रियाः ॥ . અર્થાત-કામરૂપી અભિનવ નદીના પૂરમાં તણાતાં, પરંતુ ગુરુ ( (૧) વિશાળ (૨) ગુરુજન-માતા-પિતા, સાસુ-સસરા વગેરે) બંધોથી રોકાયેલાં, જેમના મનોરથ પૂરા નથી થયા એવાં પ્રિયજનો, જોકે દૂર બેઠાં હોય છે, તેમ છતાં ચિત્રમાં ચીતર્યા હોય એવાં સ્થિર અંગોવાળાં બનીને પરસ્પરને નિહાળતાં, નેત્રરૂપી કમળનાળ દ્વારા આણેલો રસ પીધા કરે છે.'
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy