SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૨/૨૮,૨૯,૩૦) 3९3 સમાનતા પોતે પામી શક્યો એના આનંદમાં આ પૂનમનો ચંદ્ર પોતાના અંગમાં સમાતો નથી, ચારે કોર ફેલાઈ ગયો છે એવી ઉત્પક્ષા, ‘ઈવ” વગેરે ઉપ્રેક્ષાઘાતક શબ્દો વિના સમજાય છે. ત્રાસવૃતઃ રિપતનું... ઈ. શ્લોકમાં સ્ત્રીઓનાં નેત્રબાણોથી પરાજિત નેત્રવાળો મૃગ દોડતો જ રહ્યો એવી ઉàક્ષા “ઈવ” વગેરે વિના સૂચવાય છે. સહૃદયોને ઉલ્ટેક્ષાનો અર્થ સમજાતો હોઈ આવાં ઉદાહરણોમાં અસંબદ્ધતા નથી. (i) રયા તિ પ્રાપ્તવતી... ઈ. આ શ્લોકમાં યુવાનો વધુને (=વલભીને, વલ્લભીને) અને છજાંને સેવતા હતા એમ અર્થ છે. તેનાં વિશેષણો દ્વિઅર્થી છે. (અ) પતાકા પ્રાપ્તવતી = (૧) ધજાવાળી (૨) પ્રસિદ્ધિ મેળવેલી (બ) નમતું વસ્તીવા: = (૧) જેની વળીઓ નમેલી છે તેવી વલભી (૨) જેની ત્રિવલીઓ (ઉદર ઉપરની) વળેલી છે તેવી વધૂઓ. વધૂઓ જેવી વલભીઓ એમ સામ્ય સમજાય છે. અહીં “ શ્લેષ ધ્વનિત થતો હોવાથી “ શ્લેષધ્વનિ છે. (ii) મફુરિતઃ પવિત.. ઈ. અહીં અંકુર ફૂટ્યાં વગેરેને આંબા સાથે લેતાં એક જાતના અર્થ થશે અને મદનની સાથે લેતાં બીજી જાતના અર્થ થશે અને મદનની સાથે લેતાં બીજી જાતના અર્થ થશે. પ્રથમ પંક્તિના શબ્દોનો ક્રમ બીજી પંક્તિના શબ્દોના ક્રમ સાથે અર્થની દષ્ટિએ જળવાય છે તેથી “યથાસંખ્યધ્વનિ છે. (iv) pવમ્ મને અન્ય મત#RI.... ઈ. અભિનવે લોચનમાં “દીપકધ્વનિ', અપ્રસ્તુતપ્રશંસાધ્વનિ’, ‘અપનુતધ્વનિ’, ‘અતિશયોક્તિધ્વનિ વગેરેનાં ઉદાહરણો આપ્યાં છે. કારિકા-૨૮ અને વૃત્તિ: અભિનવ આ કારિકા બે રીતે સમજાવે છે. (૧) 'કાવ્યનો વર્ણનીય વિષય = કાવ્યનું શરીર. કટક, કુંડળ વગેરે શરીરના અલંકારો હોય છે તેમ ઉપમા, રૂપક વગેરે કાવ્યશરીરના અલંકારો છે. કાવ્યશરીરથી ભિન્ન એવા અલંકારો સારા કવિઓ પોતાની પ્રતિભાના બળે કાવ્યના અંગ રૂપ બનાવી દે છે. (૨) વાચ્યની અવસ્થામાં જે અલંકારો શરીરત્વ પ્રાપ્ત કરી શકતા નથી, તેજ અલંકારો વ્યંગ્યરૂપે ધ્વનિનું અંગ બનીને પરમ ચારુત્વને પ્રાપ્ત કરે છે. “વાક્યત્વે ર” અને “વાક્યત્વેન” એમ બે રીતે સમજી શકાય છે. કારિકા-૨૯ અને કારિકા-૩૦ તથા વૃત્તિ: અહીં એ સ્પષ્ટ ક્યું છે વસ્તુ અને અલંકાર બને વ્યંગ્ય અને બન્ને વ્યંજક હોઈ શકે છે. (ક) વસ્તુથી વસ્તુ વ્યંગ્ય (ખ) વસ્તુથી અલંકાર વ્યંગ્ય (ગ) અલંકારથી વસ્તુવ્યંગ્ય (ઘ) અલંકારથી અલંકારવ્યંગ્ય એમ ચાર ભેદ થાય છે. પહેલાં ‘સ્વતઃ સંભવી, ‘કવિપ્રૌઢોક્તિસિધ્ધ” અને “કવિનિબદ્ધ પ્રૌઢોક્તિસિદ્ધ' એમ ‘અર્થશક્તિમૂલ” ધ્વનિના ત્રણ ભેદ દર્શાવ્યા હતા. આમ ચાર x ત્રણ = ૧૨ ભેદ “અર્ધશક્તિમૂલધ્વનિ'ના થાય છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy