SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ધ્વન્યાલોક ઉપમા અલંકાર વ્યંગ્ય છે. આ શ્લોક કવિ પ્રૌઢોક્તિસિદ્ધ ‘અલંકારથી અલંકારભંગ્ય ઉપમાધ્યનિ’નું ઉદાહરણ છે. મમ્મટાચાર્યે આ શ્લોક ‘પર્યાય’ અલંકારના ઉદાહરણ તરીકે ઉદ્યુત કર્યો છે. (કાવ્યપ્રકાશ ૧૦/૩૧ વૃત્તિ) (iii) સ વત્તુહિતાન્... ઈ. સમુદ્રનું માપ ઘડાથી લેવા વિશે ‘અતિશયોક્તિ’ વાપરીને અહીં હયગ્રીવના ગુણો કહેવાનું તારાથી નહીં બને એમ સમજાવે છે, જેમ સમુદ્રનું માપ ઘડાથી ન લેવાય, તેમ મનુષ્યથી હયગ્રીવના ગુણ વર્ણવી શકાય નહીં. માટે તેના ગુણો શું કહી શકાય ? આમ ‘અતિશયોક્તિ’ વાચ્ય છે તેના ઉપરથી ‘આક્ષેપ’ અલંકાર સૂચવાય છે. ૨૭.૩ (i) વૈવાયત્તે તે .િ.. ઈ. આ શ્લોકમાં અર્થાન્તરન્યાસ' અને ‘અપ્રસ્તુતપ્રશંસા’એવા બે અલંકારો વ્યંગ્ય છે. સામાન્ય અને વિશેષ વચ્ચે સમર્થ્યસમર્થકભાવ હોવાથી ‘અર્થાન્તરસ્યાસ’ અને ગમ્યગમકભાવ હોવાથી ‘અપ્રસ્તુતપ્રશંસા’ અલંકાર છે. અપ્રસ્તુત રક્ત અશોક વૃક્ષના વૃત્તાન્તથી લોકોત્તર પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળ થનાર કોઈ વ્ય।િ પ્રશંસારૂપ પ્રસ્તુતની પ્રતીતિ હોવાથી અહીં ‘અપ્રસ્તુતપ્રશંસા’ અલંકાર છે. આ શ્લોકમાં ‘ફળ’ શબ્દના બે અર્થ છે. ફળ અને પરિણામ. લાલ અશોકને આંબાની જેમ ફળ નથી આવતાં પણ તેમાં શું થઈ શકે ? આ એક અર્થ પરિણામ તો દૈવાધીન છે, માણસ માત્ર પ્રયત્ન કરી શકે, એ બીજો અર્થ. સામાન્ય દ્વારા વિશેષનું સમર્થન કરેલું છે, એટલે ‘અર્થાન્તરન્યાસ’ અલંકાર છે. એ વાચ્ય શ્લેષ અલંકારથી વ્યંજિત થાય છે તેથી આ શ્લોક ‘અર્થાન્તરન્યાસ ધ્વનિ'નું ઉદાહરણ છે. આલોકકારે આ શ્લોકમાં ‘અપ્રસ્તુતપ્રશંસા’ છે એનો નિર્દેશ કર્યો નથી. (ii) હવ્યસ્થાપિતમન્યુ... ઈ. આ શ્લોકમાં ‘બહુન્ન’ રાબ્દ નાયમ્ને માટે, વિશેષવ્યક્તિને માટે છે. અહીં જણાવેલ છે કે નાયક બહુજ્ઞ છે એટલે અપરાધી હોવા છતાં તેના ઉપર રોષ થઈ શકતો નથી. આ વાચ્યાર્થ સમજયા પછી લાગે છે કે આતો સૌ બહુજ્ઞોને લાગુ પડે છે. અહીં વિશેષ અર્થ દ્વારા સામાન્યની વ્યંજનાથી સમર્થન થતાં ‘અર્થાન્તરન્યાસ’ વ્યંગ્ય અલંકાર છે, જે ચમત્કાર લાવનાર છે. (iii) ગાયેય વનોદ્દેશે... ઈ. (= કદરૂપુ, ઠૂંઠા જેવું. આ શ્લોકમાં કુબ્જ વૃક્ષ કરતાં દાનમાં રાચનાર દરિદ્ર માણસ વધારે શોચનીય છે એમ સૂચવાતું હોઈ ‘વ્યતિરેકાલંકાર ધ્વનિ’નું ઉદાહરણ છે. ૨૭.૪ (i) ‘ઉત્પ્રેક્ષાધ્વનિ'નાં ત્રણ ઉદાહરણ આપવામાં આવેલ છે. પ્રથમ ઉદાહરણ પછી વૃત્તિ-આલોક-માં એ શ્લોકમાં ‘ઉત્પ્રેક્ષાધ્વનિ’ કેવી રીતે છે તે સુસ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે. ટૂં િતુસ્થાપિ... ઈ. શ્લોકમાં પૂર્ણિમાના ચંદ્રનું બધી દિશાઓને પ્રકારાથી ભરી દેવાનું જે એક સ્વાભાવિક કાર્ય છે તે ‘મુખ સાદશ્ય પ્રાપ્તિહેતુત્વ’થી ઉત્પ્રેક્ષિત છે. એક દિવસ તારા ઈર્ષ્યા કલુષિત મુખની
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy