SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૨/૨૧) સુવર્શનતઃ (૧) જેના કેવળ હાથ જ સુંદર છે. (૨) સુદર્શનચક્ર યુક્ત હોવાથી સુદર્શનકર વિષ્ણુ. ઘરવિન્દ્ર... જેમણે કેવળ ચરણારવિંદના સૌદર્યથી (૨) પાદવિક્ષેપથી ત્રણે લોકને આક્રાન્ત કરેલ છે. ચન્દ્રાત્મવયુધૃત- (૧) જે ચંદ્રરૂપ (થી કેવળ) નેત્રને ધારણ કરે છે. (૨) જેનું કેવળ એક નેત્ર જ ચંદ્રરૂપ છે. અહીં એક અર્થ ‘વ્યતિરેક અલંકાર’નો બોધ કરાવે છે. કૃષ્ણના તો માત્ર હાથ જ સુંદર છે, પણ રુક્મિણીનું તો આખું શરીર સુંદર છે. કૃષ્ણ અને રુકિમણીનાં બધાં વિશેષણો ‘વ્યતિરેક અલંકાર' દર્શાવે છે. કૃષ્ણે તો ફક્ત લલિત ચરણારવિંદથી ત્રણે લોક વ્યાપી લીધેલ છે, રુકિમણી એ સર્વ અંગોના સૌંદર્યથી ત્રણે લોક જીતી લીધા છે, કૃષ્ણની માત્ર આંખ જ ચંદ્રની છે, રુકિમણીનું તો આખું મુખ ચંદ્ર જેવું છે. આ શ્લોકમાં ‘વ્યતિરેક’ અલંકાર સાક્ષાત્ વાચ્યરૂપે કહેવામાં આવેલ છે. ‘ શ્લેષ’ અને ‘વ્યતિરેક’ બન્ને અલંકારો વાચ્ય છે. ૩૫૫ ૨૧.૧ (vii) શ્રૃમિમતિમતમયતાં... ઈ. અહીં ‘વિષ’ શબ્દના જળ અને ઝેર બન્ને વાચ્યાર્થ છે. પ્રકરણ-સંદર્ભથી-નિયંત્રિત થતાં અભિધાશક્તિ એક જ અર્થનું જ્ઞાન કરાવત. પણ અહીં ‘ભુજગ’ શબ્દ પણ આપ્યો છે. તેથી અભિધા કેવળ જળરૂપ અર્થ જણાવીને શાંત થતી નથી. બન્ને અર્થ જણાવે છે. ‘જલદ ભુજગ’માં રૂપક છે. આ શ્લોકમાં ‘રૂપક’ અને રૂપની શોભા વધારનાર શ્લેષ' બન્ને વાચ્યતાથી પ્રતીત થાય છે. તેથી આ પણ ‘ શ્લેષ’નું જ સ્થળ છે, ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ’નું નહીં. 4 ૨૧.૧ (viii) ધ્વઽિતમાનસ... ઈ. અહીં ‘ગજેન્દ્ર’ શબ્દને કારણે ‘નિર્મથિત’, ‘પરિમલ’ અને ‘દાન’ શબ્દના બબ્બે અર્થ થાય છે, તે અનુવાદ પરથી સમજાશે. ૨૧.૧ (xi) શ્રી નગીનદાસ પારેખ અહીં સુધીના નિરૂપણને નીચેના શબ્દોમાં ટૂંકમાં દર્શાવે છે. (પૃ. ૧૦૪) ‘‘અહીં સુધીની ચર્ચામાં ૨૧મી કારિકામાં વપરાયેલા ‘ઞક્ષિપ્ત’ = ‘વ્યંજિત શબ્દથી વાચ્ય અલંકારોને બાકાત રાખવામાં આવ્યા છે. એ વાત વિગતે સમજાવી, અને સ્પષ્ટ કર્યું કે જ્યાં અલંકાર વાચ્ય ન હોય પણ આક્ષિસ એટલે કે વ્યંગ્ય હોય, ત્યાં જ ‘શબ્દશક્તિમૃલ ધ્વનિ’ કહેવાય. અને જ્યાં બે વસ્તુ કે બીજા અલંકારની પ્રતીતિ વાચ્યરૂપે થતી હોય ત્યાં ‘શ્લેષ’ અલંકાર કહેવાય. એનાં પાંચ ઉદાહરણો આપ્યાં છે. એમાંના પહેલા ઉદાહરણમાં બે વસ્તુનો અને બાકીનાં ચારમાં બીજા અલંકારનો વાચ્યરૂપે બોધ થાય છે એ બધાં ‘શબ્દમૂલધ્વનિ’નાં નહીં પણ શ્લેષનાં ઉદાહરણ છે.’’ ૨૧.૧ (૪) અનેકાર્થક શબ્દોને એક અર્થમાં નિયંત્રિત કરનાર સંયોગ, વિપ્રયોગ વગેરે હેતુ છે તે દર્શાવતી ભર્તૃહરિના ‘વાકચપટીય’ની કારિકાઓ મમ્મટ વગેરે આલંકારિકોએ સ્વીકારી છે. (કા. પ્ર. ૨/૧૪ની વૃત્તિ)
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy