SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ - - - ધવન્યાલોક વિરોધી રસોનો વિરોધ દૂર કરવાના ઉપાયો આચાર્ય વિશ્વનાથ “સાહિત્યદર્પણ-૭/૩૦માં લખે છે “વિધિનોડનિ મળે, સાચ્ચે વનેડપિ વા | भवेद् विरोधो नान्योन्यमङ्गिन्यङ्गत्वमाप्तयोः ।। (૧) જો વિરોધી રસોનું વર્ણન કેવળ સ્મરણાત્મક હોય, (૨) અથવા બંનેનું સમાન ભાવે વર્ણન હોય એટલે કે કોઈ મુખ્ય અને કોઈ ગૌણ ન હોય. (૩) અથવા બંને કોઈ ત્રીજાના અંગરૂપે વર્ણવાયા હોય આ ત્રણ સ્થિતિમાં એ રસો વિરોધી ન ગણાય. શિણો તાવત.... ઈ. શ્લોકમાં વિપ્રલંભ’ અને ‘કરુણ'નું એકસાથે વર્ણન કર્યું છે, પણ એ બંને શિવની ભક્તિરૂપ રતિનાં અંગ છે એટલે એમાં દોષ નથી. ___ (ii) ध्वनेः प्रभेदः । उपमादयः अलङ्काराः । रसादेः अलङ्कारतायाः विषयः । રસાદિધ્વનિ’, ‘ઉપમા વગેરે અલંકારો અને “રસવતું વગેરે અલંકારોનાં ક્ષેત્ર જુદાં છે એમ આનંદવર્ધન જણાવે છે. (૧) જ્યાં રસાદિની પ્રતીતિ જ પ્રધાન હોય ત્યાં રસાદિ ધ્વનિ માનવો. (૨) જ્યાં મુખ્ય રસાદિ અલંકાર્ય હોય (જેને અલંકૃત કરવામાં આવે તે) અને બીજો કોઈ રસ અંગભૂત ન હોય ત્યાં ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર માનવું. (૩) જ્યાં રસાદિ પ્રધાન ન હોય પણ અંગરૂપ હોય, ગૌણ હોય ત્યાં “રસવત્ આદિ (અર્થાત્ રસવ, પ્રેયસુ, ઉર્જસ્વિ, સમાહિત) અલંકારોનું ક્ષેત્ર માનવું. ૫.૩ યરિ તુ વેતનાનાં...નીલમતિ ચાતું શ્રી ડોલરરાય માંકડે આ અનુચ્છેદની સરસ ચર્ચા (પૃ. ૨૩૮-૨૩૯) કરી છે “કેટલાકના મતે જ્યાં જ્યાં “રસવતું આદિ અલંકાર હોય ત્યાં જ રસ હોય, બીજે નહીં. વળી, જેનું વર્ણન કરવું છે તે વસ્તુ ચેતન હોય અને એની મુખ્ય વિવેક્ષા હોય તો જ રસવત્' આદિ અલંકાર છે એમ પણ તેમનો મત છે, પણ આ મત ધ્વનિકારને માન્ય નથી.” જ્યાં ચેતન વસ્તુની મુખ્ય વિવેક્ષા હોય ત્યાં “રસવત્ આદિ અલંકાર થાય તો પછી ‘ઉપમા વગેરે બીજા અલંકારો માટે અવકાશ રહેતો નથી. ‘ઉપમા વગેરે અલંકારોનું ક્ષેત્ર સાવ નાનું અથવા સાવ નિર્મળ થઈ જાય. એમનું (વિરોધીઓનું) કહેવું એવું છે કે જ્યાં અચેતન પદાર્થ જ પ્રધાન હોય ત્યાં તેનામાં ચિત્તવૃત્તિ જ ન હોઈ રસાદિ સંભવતાં જ નથી, અને ત્યાં ‘રસવત્ અલંકાર આદિને અવકાશ નથી. એટલે એને સ્થાને ‘ઉપમા વગેરે અલંકારો અને જ્યાં ચેતન પદાર્ય પ્રધાન હોય ત્યાં જ રસવતું આદિ અલંકાર માનીએ તે યોગ્ય છે. અચેતન વસ્તુનું વર્ણન હોય ત્યાં રસ હોય જ નહીં આ મત ધ્વનિકારને માન્ય નથી. એમ માનવાથી ઘણા રસભર્યા કાવ્યખંડો નીરસ બની જાય, એમ કહીને આનંદવર્ધને ત્રણ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy