SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ અભ્યાસ નોધ (ઉ. ૨/૫) પણ એ ઉત્સાહ અનુભાવ, વિભાવ વગેરેથી પરિપુષ્ટ નહીં હોવાને લીધે પરિપક્વ રસ નહીં હોઈને ‘ભાવની સ્થિતિમાં રહેલ છે. પતિ મરી ગયા હોવાથી, અગ્નિની આપત્તિમાં પડેલી, ત્રિપુરસુંદરીઓના વર્ણનથી પ્રગટ થનાર કરુણરસ એ ઉત્સાહનું અંગ છે. અને ‘કામીની જેમ આઝૂંપરાધ શબ્દોથી પ્રતીત થતો શૃંગાર રસ એ કરુણ રસનું અંગ છે. તે કરુણ પણ ઉત્સાહનું અંગ છે. એ રીતે કરુણ અને શૃંગાર બંનેની ઉત્સાહથી પોષાયેલી શિવ વિષયક રતિ-પ્રીતિ રૂપ ભાવનાં ઉપકારક અંગ છે. પણ વૃત્તિમાં ‘ર્ચાવિપ્રતમસ્થ છેષદિતસ્ય કમાવઃ' કહ્યું છે, કરુણનો ઉલ્લેખ કર્યો નથી તેનો અભિપ્રાય એવો છે કે કરુણરસ અહીં હોવા છતાં, ચારુત્વ નિષ્પન્ન થાય તેમાં તેનો યોગ નથી. આ સંકીર્ણ ‘રસવત્ અલંકારનું ઉદાહરણ છે. ૫.૨ (i) -વિપ્રતમ-ફાયોઃ મન્નત્વેન વ્યવસ્થાના સમાવેશ ન ઢોષઃ | અહીં ઈર્ષ્યા-વિપ્રલંભ અને કરુણ બન્ને વિરોધી રસો અંગરૂપમાં-ગૌણરીતે - રહેલા હોઈ દોષ નથી. રસવિરોધ અને વિરોધ દૂર કરવાના ઉપાય રસોમાં પરસ્પર શત્રુ-મિત્રભાવ પણ માનવામાં આવેલ છે. કેટલાક રસો એવા છે કે જેનું સાથે સાથે વર્ણન થઈ શકે છે. જ્યારે અમુક એવા રસો છે જેનું સાથે સાથે વર્ણન થઈ શકતું નથી. કરુણ, બીભત્સ, રૌદ્ર અને ભયાનકને શૃંગાર રસના વિરોધી રસ માનવામાં આવ્યા છે. કરુણ અને શૃંગારનું એકસાથે વર્ણન કરાતું નથી. “ક્ષિણો દસ્તાવત... ઈ.” શ્લોકમાં કરુણ અને શૃંગારનું વર્ણન છે. આનંદવર્ધને ઉપર્યુક્ત વાક્યમાં તેનું સમાધાન કર્યું છે. શ્રી નગીનદાસ પારેખ (ધ્વ.આવૃત્તિ પૃ. ૭૨)ના શબ્દોમાં જોઈએ તો, “રસોના વિરોધ અને અવિરોધની વ્યવસ્થા ત્રણ પ્રકારે કરેલી છે : (૧) કેટલાક રસોનું આલંબન એક હોય તો દોષ આવે છે. જેને અવલંબીને ભાવ જાગે તે આલંબન અને જેના હૃદયમાં ભાવ જાગે તે આશ્રય. રામના રતિભાવ માટે સીતા આલંબન છે, રામ આશ્રય છે. (૨) કેટલાક રસોનો આશ્રય એક હોય તો દોષ આવે છે; (૩) કેટલાક રસોમાંના એક પછી તરત બીજો વર્ણવવાથી દોષ આવે છે. દા.ત. વીર અને શૃંગારનું આલંબન એક હોય તો તે દોષ ગણાય છે; એ જ રીતે હાસ્ય, રોદ્ર અને બીભત્સનો સંભોગ શૃંગાર સાથે અને વીર, કરુણ, રોદ્ર આદિનો વિપ્રલંભ શૃંગાર સાથે એક આલંબન હોય તો વિરોધ ગણાય છે. વીર અને ભયાનક એક આશ્રયમાં વિરોધી ગણાય છે. પરંતુ શૃંગાર અને અદ્ભુત, ભયાનક અને બીભત્સ; વીર અને અદ્ભુત તથા રોદ્ર કોઈ પણ પ્રકારેઆલંબન એક હોય અથવા એમનો આશ્રય એક હોય કે પછી એ એક પછી તરત બીજો આવ્યો હોય તો, પણ વિરોધી ગણાતા નથી. એ રસો અવિરોધી છે, “ ગતિષ્નનૈવેચેન, મા2વચેન, ન નૈરન્તર્યોન” તેથી તેમને મિત્રરસ કહી શકાય.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy