SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પ્રસ્તાવના વગેરે શબ્દો, તેમના વ્યુત્પન્યાત્મક અર્થથી ભિન્ન અર્થમાં તે પ્રયોજાય છે. તેથી જ્યાં લક્ષણા છે ત્યાં ધ્વનિ છે એમ કહેવાશે નહીં. પૂર્વપક્ષ (શંકા)-જો ઉપરનો મત સ્વીકારીએ તો, જ્યાં લાવણ્ય, કુશલ, અનુલોમ વગેરે શબ્દો પ્રયોજાયા હોય ત્યાં ધ્વનિ બિલકુલ હશે જ નહીં અર્થાતુ જે કાવ્યમાં આવા શબ્દો પ્રયોજાયા હોય તે કાવ્યમાં ધ્વનિ છે તેમ કહી શકાશે નહીં. • ઉત્તરપક્ષ (સમાધાન) - “આલોક' (વૃત્તિ)માં કહ્યું છે કે અમે એમ કહેતા નથી કે જ્યાં નિરૂઢ લાક્ષણિક શબ્દો પ્રયોજાયા હોય ત્યાં ધ્વનિ હોતો નથી. એવાં કાવ્યોમાં ધ્વનિ હોઈ શકે છે. પણ તેથી અમારી સ્થિતિમાં ફરક પડતો નથી. જો આપણે એવા શબ્દોવાળાં કાવ્યોનું વિવેચનાત્મક રીતે પૃથક્કરણ કરીશું તો દેખાશે કે તેમાં ધ્વનિનું મૂળ કારણ આવા રૂઢ શબ્દો નથી, પણ એ કાવ્યમાં રહેલ બીજી કોઈ બાબત છે. તેથી અમારો મત બરાબર છે. લક્ષણા અને ધ્યાનની વિગતો સાવ જુદી છે. એ જોતાં એકને બીજાનું લક્ષણ (attribute) કહેવું યોગ્ય નથી. પૂર્વપક્ષ (શંકા) - તો પછી પ્રયોજનને જ લક્ષ્ય (લક્ષણાથી મેળવાય તેવો લક્ષ્યાર્થ) બનવા દો. ઉત્તરપક્ષ (સમાધાન)- પ્રયોજન લક્ષ્ય બની શકે નહીં. કારણ કે લક્ષણાની શરતો અહીં હાજર નથી. મુખ્યાર્થબાધ અને પ્રયોજન-એ બે હોવાં જરૂરી છે. બીજી લક્ષણા કરવા માટે મુખ્યાર્થબાધ જોઈએ, જે થતો નથી. કેમકે પ્રથમ અર્થ (વાચ્યાર્થ) આપણને જોઈએ છે. બીજી લક્ષણા કરવાનું કોઈ પ્રયોજન નથી. ગમે એવું પ્રયોજન ઊભું કરીએ (કલ્પીએ) તો અનવસ્થા દોષ થશે. તેથી જ કહેવાયું છે वाचकत्वाश्रयेणैव गुणवृत्तिर्व्यवस्थिता । व्यञ्जकत्वैकमूलस्य ध्वनेः स्याल्लक्षणं कथम् ।। ध्व. १/१८. આ લક્ષણની અવ્યાપ્તિ પણ છે. વિવક્ષિતા પરવાચ્ય (અભિધામૂલ) ધ્વનિ અને ધ્વનિના અન્ય અનેક પ્રકારોમાં ભક્તિ યા લક્ષણા વ્યાસ રહેતાં નથી, એથી ભક્તિ, ધ્વનિનું લક્ષણ નથી. ત્રીજી સંભવિત દલીલનું ખંડન કરતાં આનંદવર્ધન કહે છે, “ભક્તિ, ધ્વનિનું ઉપલક્ષણ (accidens, આકસ્મિક ગુણ) નથી. ઉપલક્ષણ એ પ્રાસંગિક ચિહ્ન છે. જેમકે જાન રેવદ્રત્તસ્ય પૃદમ્ | એ ખરું કે ભક્તિ, ધ્વનિનું ઉપલક્ષણ (occassional mark) છે. અવિવક્ષિતવાચ્યધ્વનિના પ્રકારોમાં ભક્તિનું અસ્તિત્વ છે, એ સ્વીકારાયું છે. પણ આમ અમે માનીએ છીએ તેથી પૂર્વપક્ષને કશું મળતું નથી કે પછી આવા સ્વીકારથી, ધ્વનિવાદીઓની સ્થિતિમાં કોઈ સમાધાન થતું નથી, કે પાછા પડવાનું થતું નથી.---
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy