SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વન્યાલોક (iv) સ્ફોટવાદઃ આ સિદ્ધાન્ત સાથે સંબંધ ધરાવતા શ્લોકો દીધિતિ અને લોચન ટીકામાં નીચે મુજબ આપવામાં આવ્યા છે. "अथवा प्रतीतपदार्थको लोके ध्वनिःशब्दः उच्यते । इति व्याकरण महाभाष्यम् । ય: સંવાવિયોગાભ્યાં સૌપનન્યા स स्फोटश्शब्दजश्शब्दो ध्वनिरित्युच्यते बुधैः ॥ प्रत्ययैरनुपाख्येयैर्ग्रहणानुग्रहैस्तथा। ध्वनिप्रकाशिते शब्दे स्वरूपमवधार्यते ॥ अल्पीयसाऽपि यत्नेन शब्दमुच्चारितं मतिः । यदि या नैव गृह्णाति वर्णं वा सकलं स्फुटम् ॥ शब्दस्योर्ध्वमभिव्यक्तेर्वृत्तिभेदास्तु वैकृताः । ध्वनयः समुपोहन्ते स्फोटात्मा तैर्न भिद्यते ॥ इति वाक्यपदीयम् । ‘લોચન'માં “વાક્યપદીય'ના પ્રથમ શ્લોકની બીજી પંક્તિમાં થોડો પાઠભેદ છે. “ wોટ: શબ્દનારન્ ધ્વનયોડવૈવાહિતા !” સ્ફોટવાદ વૈયાકરણોનો સિદ્ધાન્ત છે. જ્યારે આપણે કોઈ શબ્દ (દા.ત. કમલ) બોલીએ ત્યારે (ક, મ, લ એમ) એક, એક વર્ણનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. છતાં સાંભળનાર વ્યક્તિ એ શબ્દનો શબ્દાર્થ કેવી રીતે સમજી શકે છે ? પૂરો શબ્દાર્થ શ્રોતા સમક્ષ કેવી રીતે ઉપસ્થિત થાય છે ? તેથી આગળ વધીને જ્યારે આખું વાક્ય બોલવામાં આવે ત્યારે તેમાં આવતા એક એક શબ્દનું ઉચ્ચારણ થયા પછી સંપૂર્ણ વાક્યાયે કેવી રીતે સમજાય છે ? એ પ્રશ્નની વિચારણામાંથી આ સિદ્ધાન્ત ઉદ્ભવ્યો છે. શ્રુતિ અર્થ થાત્ : ઃ | જેનાથી અર્થની પ્રતીતિ થાય છે તે ‘સ્ફોટ છે; દા. ત. ‘કમલ’ શબ્દના ત્રણ અક્ષરો ‘ક’, ‘મ’, ‘લ’ અલગ રીતે કોઈ અર્થ આપી શક્તા નથી. કારણ કે આ વર્ણો એક પછી એક બોલાય છે. ત્રણે અક્ષરોનું એકી સાથે ઉચ્ચારણ નહીં થતું હોવાથી, સંયુક્ત રીતે તે કોઈ અર્થ આપી શકે નહીં તે સહજ છે. જ્યારે આપણે ‘’ બોલ્યા ત્યારે ‘’, ‘’ હતા નહીં. ' બોલ્યા ત્યારે ‘ક’ લુપ્ત થઈ ગયો હતો અને ‘લ' બોલાયો નહોતો. ‘લ બોલ્યા ત્યારે ‘ક’ અને ‘મ” નાશ પામ્યા છે. છેલ્લો અક્ષર “લ” બોલીએ ત્યારે પહેલાં બોલાયેલા ‘ક’ અને ‘મ ફરી ક્રમ પ્રમાણે ઉપસ્થિત થઈ ત્રણેય અક્ષરો ભેગા થઈને અર્થનું જ્ઞાન કરાવે છે એમ કહેવા માટે કોઈ પ્રમાણ નથી. આથી વૈયાકરણોએ શબ્દનાં બે સ્વરૂપોની કલ્પના કરી છે. (૧) બાહ્ય અને (૨) આભ્યન્તર. શબ્દનું બાહ્ય સ્વરૂપ એટલે અક્ષરો જેમકે કમલ'માં ‘ક’, ‘મ’, ‘લ’. શબ્દના આભ્યન્તર
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy