SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩) ૩૨૫ (iv) આ ત્રણ શ્લોકમાં સામાન્ય સિદ્ધાન્ત કહી દીધો છે. (૧) જ્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય નહોય ત્યાં (૨) જ્યાં વ્યંગ્ય અસ્પષ્ટ પ્રતીત થતું હોય. (૩) જ્યાં વ્યંગ્ય અને વાચ્ય અર્થનું પ્રાધાન્ય સરખું હોય, (૪) જ્યાં વ્યંગ્યની પ્રધાનતા સ્ફુટ ન થતી હોય-ત્યાં ધ્વનિ ન કહેવાય. (v) અવયવી-અવયવ- અવયવી= આત્મા. અવયવ-જુદાં જુદાં અંગો. જેમ આત્મા, હાથપગ વગેરે દરેક અંગમાં જુદો જુદો નથી રહેતો તેમ, અવયવી છે તેવો ધ્વનિ, અલંકાર, ગુણ, રીતિ વગેરે અવયવોમાં જુદો જુદો નથી રહેતો. (vi) માવિષયત્તાત્ । ધ્વનિનું મહાવિષયપણું હોવાથી, ધ્વનિ અધિકોશ વૃત્તિ હોવાથી, આપેલ ઉદાહરણોથી ભિન્ન સ્થળોએ પણ હોવાથી ધ્વનિ અલંકાર આદિમાં અંતર્ભૂત થતો નથી. ૧૩.૧૦ (i) નિવુપજ્ઞેયમુઃિ । વિદ્વાનોથી જ કરાયેલી ઉક્તિ. નિર્દેવ્મ્યઃ ૩પી પ્રથમઃ ૩પમ: યસ્યાઃ ૩ કૃતિ । બહુવ્રીહિ સમાસ પ્રમાણે અહીં સમજવાનું છે, તત્પુરુષ પ્રમાણે નહીં. (ii) પ્રથમ હિ વિાસઃ તૈયારબાઃ । વ્યાકરણની પ્રશંસા કરતાં આમ કહ્યું છે ઈ. ‘વાકચપદીય’ ગ્રંથમાં ભર્તૃહરિએ “उपासनीयं यत्नेन शास्त्रं व्याकरणं महत् । प्रदीपभूतं सर्वासां विद्यानां यदवस्थितम् ।। આનંદવર્ધનને ‘ધ્વનિ’ની પ્રેરણા વૈયાકરણોના ‘સ્ફોટ સિદ્ધાન્ત’થી મળી છે. અહીં આનંદવર્ધનનો વ્યાકરણકારો તરફ અહોભાવ, માન જોઈ શકાય છે. મમ્મટ કાવ્યપ્રકાશમાં (૧-૪ વૃત્તિ) વૈયાકરણો માટે આવો જ માનવાચક ઉલ્લેખ કરે છે. બુધ: તૈયાર... ઈ. (iii) તે ૬ બ્રૂયમાળેવુ... ઈ. । પ્રથમ વિદ્વાન બ્રૂયમાણ વર્ણોને-કાને સંભળાતા વર્ણોને ધ્વનિ કહે છે. તેથી તેમના અનુયાયી આલંકારિકોએ ધ્વનિ શબ્દનો પ્રયોગ કર્યો છે, અહીં વૈયાકરણોની સાથે આલંકારિકોના સિદ્ધાન્તનું સામ્ય બતાવ્યું છે. વૈશેષિક દર્શન મુજબ આપણે કાનથી સાંભળીએ છીએ તે શબ્દ ત્રણ પ્રકારનો છે. (૧) સંયોગજ. ઉદા. નગારું અને દાંડીના સંયોગથી થયેલ. (૨) વિભાગજ ઉઠા. વાંસ ચીરતાં–તેનો વિભાગ કરતાં-થયેલ. (૩) શબ્દજ. પ્રથમ ઉત્પન્ન થયેલ શબ્દ, બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને ઉત્પન્ન કરતો જાય એમ પ્રથમ ઉત્પન્ન થયેલ શબ્દ, વાયુમંડળમાં ક્રમિક શબ્દધારા ઉત્પન્ન થતાં થતાં જે શબ્દ આપણા કાન પાસે આવીને ઉત્પન્ન થાય છે, જે આપણને સંભળાય છે, તે શબ્દજ શબ્દ છે. શબ્દધારાની પ્રગતિ બાબતમાં ‘વીચી તરંગ ન્યાય’ અને ‘કદંબ મુકુલન્યાય’ એમ બે મત પ્રચલિત છે, જેમાંનો પ્રથમમત સામાન્યતઃ સ્વીકારાયેલ છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy