SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ દવન્યાલોક ૧.૩ (i) પ્રસ્થાન- જે પ્રતિષ્ઠિત હોય છે, પરંપરાથી જે માર્ગથી વ્યવહાર કરવામાં આવે છે તે પ્રસ્થાન” કહેવાય છે. લોચન- "તિકને પરમપરા વ્યક્તિ ન માળ તત્રસ્થાનમ્ !” (ii) પ્રસિદ્ધ પ્રસ્થાન એટલે “ધ્વન્યાલોક' ગ્રંથ લખાયો ત્યારે જે સિદ્ધાંતો જાણીતા હતા તે. આનંદવર્ધનની પૂર્વે કાવ્યનો આત્મા અલંકાર, રીતિ કે રસ છે એમ જણાવનારા આચાર્યો થઈ ગયા. ઈ.સ. પહેલી સદી (આશરે)માં થઈ ગયેલ નાટયશાસ્ત્ર'ના લેખક ભરતમુનિએ કાવ્યનો આત્મા રસ છે એમ કહ્યું. ઈ. સ. છઠી-સાતમી સદી (આશરે)માં થયેલ ભામહે અલંકારને કાવ્યનો આત્મા કહેલ છે. ઉભટ, રુદ્ર, તેમને અનુસરે છે. ઠંડી (આશરે છઠ્ઠી-સાતમી સદી) અલંકારને મહત્ત્વ આપે છે પણ તેમણે શરૂ કરેલ ‘રીતિ’ને કાવ્યનું પ્રધાન તત્ત્વ ગણવાનો વિચાર વામને (ઈ.સ. ૮મી સદી) આગળ ચલાવ્યો અને રીતિ’ કાવ્યનો આત્મા છે તેમ સાબિત કર્યું છે. આ પ્રસિદ્ધ સિદ્ધાંતો હતા. તેનાથી વિરુદ્ધ જતો ધ્વનિનો સિદ્ધાંત વળી કેવો? , (i) ધ્વનિનો અભાવ માનનારાઓનો બીજો વિકલ્પ ટૂંકમાં આ પ્રમાણે છે. પરંપરાથી વ્યવહત માર્ગોમાં નથી આવતો, એટલે કાવ્યના આત્મા યા પ્રકારના રૂપમાં તેને સ્વીકારી શકાય તેમ નથી. બીજું સહૃદય-મહાર-શબ્દાર્થમયત્વ' રૂપી કાવ્ય-લક્ષણ (કાવ્યની વ્યાખ્યા) તેમાં સંઘટિત થતું નથી. અગર કેટલાક સહૃદય એકમત થઈને ધ્વનિને હૃદય-આલાકારી માનીને ‘કાવ્ય' નામ આપી પણ દે તો પણ આ, બધા વિદ્વાનોનાં મનને સ્વીકાર્ય થઈ શકશે નહીં. (iv) તત્સમયાન્ત: પતિઃ | ધ્વનિ સિદ્ધાંતની અંદર આવનારા, તેનો સ્વીકાર કરનારા. તેમના અનુભવને આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા માંગો છો તે યોગ્ય નથી. ધ્વનિ તત્ત્વ જ સિદ્ધ થયેલી વસ્તુ નથી. અને એમાં માનનાર સદ્ધય કલ્પિત છે' એ કલ્પિત સહૃદયોના આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા જવું એ હાસ્યાસ્પદ છે.” ૧૪ (i) મનીયમ્' કમનીયના કર્મને કામનીયન કહે છે. ચારુતા-સૌંદર્યની બુદ્ધિ ઉત્પન્ન કરવામાં કારણ. | (i) મપૂર્વસમસ્યા માત્ર મને... ઈ. એમાંના કોઈ એકને નવું નામ આપવામાં આવે તો એ કંઈ મહત્ત્વની વાત નથી | (ii) વાવિ ન્હાનામ્ માનત્ય | વાણીના વિકલ્પો અનંત હોવાને કારણે. લોચન- “ વિછીનામ્ માંદયત્વાન્ ! વિચ્છિત્તી-વૈચિવ્યો અસંખ્ય હોવાને લીધે. વા ની ત્રણ વ્યુત્પત્તિ આપવામાં આવે છે. “જૂિ તિ વા'- જેને કહે છે તે વાફ, છે, અર્થાત્ શબ્દ ‘શ્વ તિ વા'- જે કહેવામાં આવે છે અર્થાત્ અર્થ. તે મન- જેનાથી કહેવામાં આવે છે અર્થાત્ અભિધા વ્યાપાર.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy