SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ઉદ્યોત : ૨, ૩ ૨૭૩ ‘‘પોતાના પ્રતાપથી ગૌરવ પ્રાપ્ત કરનાર (મહાપુરુષ) ક્યા બીજા દ્વારા નીચો કરી શકાય છે ? મોટા મોટા હાથીઓથી પણ સિંહ શું દખાવાય છે ?’' (હરાવાય છે ?) આ વગેરે શ્લોકો છે તો પણ (યઃ પ્રથમ વગેરે નવા શ્લોકમાં) ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય' ધ્વનિના આશ્રયથી નવીનતા છે. ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ (અભિધામૂલક)ના પણ પૂર્વોક્ત (‘સંલક્ષ્યક્રમવ્યંગ્ય અને ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય') પ્રકારો(માંથી અસંલક્ષ્યક્રમવ્યંગ્ય) ના આશ્રયથી નવીનતા (પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ) જેમ કે ‘‘નિદ્રાનો ઢોંગ કરનાર પ્રિયના મુખ ઉપર (પોતાનું) મુખ રાખીને નવવધૂ (તેના) જાગી જવાના ડરથી ચુંબનની ઇચ્છા રોકીને પણ પૂરી રીતે જોવાને કારણ ચંચલ થઈ બેઠી. શરમાઈ જવાથી વિમુખ થઈ જશે એથી પછી (પોતાના તરફથી) આરંભ નહીં કરનાર એ પ્રિયનું પણ હૃદય સાકાંક્ષની સ્થિતિમાં પહોંચી પરમ આનંદ (રતિ)ની સીમા સુધી ચાલ્યું ગયું.’' ઇત્યાદિ શ્લોકની ‘‘વાસગૃહને સૂનું જોઈને, ધીમેથી શયનમાંથી સહેજ ઊઠીને, નિદ્રાનો ઢોંગ કરતા પતિનું મુખ બહુવાર સુધી જોઈ રહીને (સૂએ છે એમ માનીને) વિશ્વાસથી ચુંબન કરતાં, તેના ગાલે રોમાંચ થયેલા જોઈ, બાળાએ (નવોઢાએ) લજ્જાથી મુખ નીચે નમાવી દીધું, ત્યાં તો પ્રિયતમે હસતાં હસતાં તેને બહુવાર સુધી ચુંબન કર્યું.’’ ઇત્યાદિ શ્લોક છે તોપણ (નિદ્રાòતવિનઃ વગેરે નવીન શ્લોકમાં) નૂતનતા છે જ; અથવા જેમ ‘તમૂનો... ઈ.’ શ્લોકનું ‘નાનામપ્રિમસ્ક્રૂ' ઇત્યાદિ શ્લોકની અપેક્ષાએ અન્યત્વ છે. કારિકા-૩ અને વૃત્તિ : “આ જ રીતે, બહુ વિસ્તૃત એવા રસાદિનું અનુસરણ કરવું જોઈએ. જેના આશ્રયથી પરિમિત કાવ્યમાર્ગ પણ અનંતતાને પ્રાપ્ત થઈ જાય છે.’’ રસ, ભાવ, તેનો આભાસ, તેના પ્રશમન વગેરે લક્ષણવાળો આ માર્ગ પોતાના વિભાવ, અનુભાવના પ્રભેદની ગણના પ્રમાણે, પહેલાં કહ્યા મુજબ, બહુ વિસ્તારવાળો છે. તે બધાંનું તે પ્રકારે અનુસરણ કરવું જોઈએ. જે રસાદિના આશ્રયથી, હજારો કે અસંખ્ય કવિઓએ બહુ પ્રકારે ખેડેલો હોવાથી, આ કાવ્યમાર્ગ પરિમિત છે તોપણ અનંતતાને પામે છે. રસ, ભાવ ઇત્યાદિમાં ખરેખર પ્રત્યેકનું વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના આશ્રયથી અપરિમિતત્વ છે. તેમાંથી એક એક ભેદની દૃષ્ટિથી પણ સુકવિઓથી નિરૂપાતા જગતના બનાવો, (વસ્તુતઃ ) અન્યરૂપમાં રહેલ હોવા છતાં પણ એમની (કવિઓની) ઇચ્છા પ્રમાણે અન્યથા પરિવર્તિત થઈ જાય છે. આ વાત ચિત્ર (કાવ્ય)ના વિચારના અવસર પર (બન્યા. ૩/૪૨ વૃત્તિમાં આવેલ પરિકર શ્લોકમાં) પ્રતિપાદિત કરી દીધેલ છે.
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy