SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૧૬ ૧૮૩ આવા પ્રકારનાં કાવ્યોમાં ખૂબ વ્યંજકો ગોઠવવાથી કાવ્યની અલૌકિક ચારુતા ઊપજે છે. (રચના સૌંદર્ય વ્યક્ત થાય છે). જ્યાં વ્યંગ્યાર્થિને પ્રકાશિત કરનાર એક પદ પણ હોય ત્યાં પણ કોઈ અપૂર્વ સૌદર્ય (પ્રગટ થાય છે), તો પણ જેમાં એવા ઘણા (વ્યંજકોનો) સમવાય હોય તેનું તો પૂછવું જ શું? જેમકે આ ઉપર કહેલા શ્લોકમાં. “રાવણ’ શબ્દ “અર્થાન્તર સંક્રમિત” નામે ધ્વનિ પ્રકારથી શોભે છે છતાં, હમણાં જ કહેલા બીજા વ્યંજક પ્રકારનું (પણ) ઉદ્ભાસન થાય છે. અને પ્રતિભા વિશેષવાળા મહાત્માઓના આવી જાતના પ્રબંધ પ્રકારો ઘણા યે દેખાય છે. જેમકે મહર્ષિ વ્યાસનો (શ્લોક) - “સુખનો સમય સમાપ્ત થઈ ગયો અને દુઃખનો સમય ઉપસ્થિત છે. ગતયૌવના પૃથ્વીના ઉત્તરોત્તર (કાલે કાલે) ખરાબ દિવસો આવી રહ્યા છે.” (અક્ષરશઃ-પાપીઓના દિવસો) આ ઉદાહરણમાં (‘ગતિન’ અને પ્રત્યુપસ્થિત’ પદોમાં ‘' પ્રત્યયરૂ૫) કૃત્ (પીય માં ' પ્રત્યય રૂપ) તદ્ધિત, (અને તાઃ નું બહુવચનરૂપ) વચન (આ બધાં) થી (નિર્વેદ ને સૂચવતા શાન્તરસરૂપ) “અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય (રસધ્વનિ) અને 'પૃથિવી અતયૌવના' આમાં (તયૌવના પદથી) અત્યંત તિરસ્કૃત વાચ્ય (અવિવક્ષિત વાચ્ય) ધ્વનિ પ્રકાશિત થાય છે. આ “સુ” વગેરેની વ્યંજતા અલગ અલગ તથા ભેગી મહાકવિઓના પ્રબંધોમાં ઘણીવાર જોવામાં આવે છે. (હવે એ બધાં અલગ અલગ વ્યંજક બનતાં હોય તેવાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે). સુબત્તના વ્યંજત્વનું (ઉદાહરણ) જેમકે ““મારી પ્રિયતમા દ્વારા વલયના ઝંકારોથી સુંદર (કંકણના રણકારથી સુંદર), તાલીઓ વગાડીને નચાવાતો તમારો સુદૃ મયૂર, સંધ્યાકાળમાં જે (વાસચષ્ટિ) પર બેસે છે.” ૧૨.૨ “ તિન્ત’ની (= ક્રિયારૂપની) (વ્યંજક્તાનું ઉદાહરણ) જેમ કેદૂર જા, રોવાને જ સર્જાયેલી મારી (હતભાગી) આંખોને લૂછવાનો પ્રયત્ન ન કર. જેમણે તમને જોતાવેંત ઉન્મત્ત થઈને તમારા આવા (નિઝુર) હૃદયને પણ ન જાણ્યું.' અથવા ('તિનત’ની વ્યંજક્તાનું બીજું ઉદા.) જેમકે- “અરે (નાદાન) છોકરા, દુર ખસ, રસ્તો ન રોકો આટલો નિર્લજ્જ છે. અમે તો પરતંત્ર છીએ કેમકે અમારે સૂના ઘરની રખેવાળી કરવાની છે.” સંબંધનું (વ્યંજત્વ) જેમકે- - - - - “અલ્યા છોકરા ! તું ક્યાંક બીજે જા; નહાતી મને (સસ્પૃહ) કેમ જોઈ રહ્યો છે? પોતાની પત્નીથી ડરનારા (પોચકાઓ) માટે આ ઘાટ નથી.”
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy