SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ઉદ્યોતઃ ૬ ૧૬૧ સંઘટનાના આશ્રયે ગુણ રહે છે, (આ પક્ષ માને તો) સંઘટનાની જેમ ગુણોનું પણ અનિયત વિષયત્વ થઈ જશે. ગુણોમાં તો માધુર્ય અને પ્રસાદનો પ્રકર્ષ, કરુણ અને વિપ્રલંભ શૃંગારનો જ વિષય છે. રોદ્ર, અદ્ભુત વગેરેનો વિષય “ઓજ છે. માધુર્ય અને પ્રસાદ’ રસ, ભાવ અને તેના આભાસના વિષયો છે. એમ (ગુણોનો) વિષય નિયમ વ્યવસ્થિત છે. પરંતુ સંઘટનામાં તે (નિયમ) વિઘટિત થઈ જાય છે. જેમ કે શૃંગારમાં પણ દીર્ઘસમાસા અને રૌદ્ર આદિમાં પણ અસમાસા (સંઘ ના) જોવા મળે છે. તેમાં શૃંગારમાં દીર્ઘસમાસવાળી (સંઘના-ચનાનું ઉદાહરણ) જેમકે “મંદાર કુસુમની રજથી પીળા થઈ ગયેલ વાળવાળી” અથવા તો-“હે અબળા, નિરંતર અશ્રુજળ પડવાથી ભૂંસાઈ ગયેલી પત્ર રચનાવાળું અને હથેળી પર રાખેલ (દુઃખ સૂચક) તારું મુખ કોને સંતાપ આપતું નથી?” વગેરેમાં. અને રૌદ્ર વગેરેમાં સમાસ વિનાની (સંઘ ના) જોવા મળે છે. જેમ કે, “જે જે શસ્ત્રો ધરે છે, સ્વભુજમદથકી...ઈ.'માં (સમાસરહિત સંઘટના છે). તેથી ગુણો સંઘનારૂપ નથી તથા સંઘટનાના આશ્રયે રહેલા (પણ) નથી. (ગુણોનો વાસ્તવિક આશ્રય) જો સંઘના ગુણોનો આશ્રય નથી તો તેનું (ગુણોનું) આલંબન શું ગણો છો? (એમ પૂર્વપક્ષના વિદ્વાન પૂછે તો) કહીએ છીએ. તેનો આશ્રય (અગાઉ ૨/૬માં) પ્રતિપાદિત કરેલ જ છે. (તે કારિકા નીચે ફરી ઉદ્દધૃત કરી છે, જેમ કે)- “જે તે અંગીરૂપ (પ્રધાનભૂત) અર્થને આશ્રયે રહે છે, તે ગુણો કહેવાય છે. અને કટક વગેરેની જેમ અંગો પર આશ્રિત રહેનારાઓને ‘અલંકાર’ માનવા જોઈએ.” અથવા ગુણો ભલે શબ્દના આશ્રયે રહેલા હોય, પણ તે કાંઈ અનુપ્રાસાદિ (શબ્દાલંકાર) જેવા નથી. તેવા સમજી શકાય નહીં) કેમકે “અનુપ્રાસ’ વગેરે અર્થનિરપેક્ષ (જેને અર્થની અપેક્ષા હોતી નથી તેવા) (માત્ર) શબ્દના જ ધર્મ છે એમ પ્રતિપાદિત કર્યું છે અને ગુણ તો (શૃંગારાદિ રસરૂપ) વ્યંગ્યવિશેષને બતાવતા, વાચ્યાર્થના પ્રતિપાદનમાં સમર્થ શબ્દના ધર્મો કહેવામાં આવે છે. આ (ગુણો)ની શબ્દધર્મતા (વસ્તુતઃ) અન્યનો (અર્થાત્ આત્માનો) ધર્મ હોવા છતાં પણ શૌર્ય વગેરે ગુણોના શરીરાશ્રિત ધર્મ (માનવા)ની જેમ (કેવળ ઔપચારિક, ગૌણ વ્યવહાર) છે, (અર્થાત્ શૌર્ય વગેરે ધર્મો આત્માના આશ્રયે રહેલા હોવા છતાં જેમ શરીરના આશ્રયે રહેલા કહેવામાં આવે છે તેવી રીતે ગુણોને શબ્દના ધર્મો કહેવામાં આવે છે.) (શંકા-પૂર્વપક્ષ) જો ગુણ શબ્દના આશ્રયે રહેલા છે તો તે સંઘનારૂપ અથવા તેના (સંઘટનાના) આશ્રયે રહેલા થઈ જશે. કેમ કે અસંઘટિત શબ્દ (=સંઘટનામાં ન ગૂંથાયા હોય તેવા શબ્દો) અર્થવિશેષ દ્વારા પ્રતિપાદિત થનાર રસ વગેરેના આશ્રયે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy