SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ઉદ્યોત: ૨૪, ૨૫ કારિકા-૨૪ અને વૃત્તિ : (અર્થાત્યુદ્ભવ ધ્વનિના બે ભેદ) ‘‘અન્ય વસ્તુનો દીપક (=વ્યંજક) અર્થ પણ બે પ્રકારનો જાણવો જોઈએ.પ્રૌઢઉક્તિમાત્રથી નિષ્પન્ન શરીરવાળો અને સ્વતઃ સંભવી.’’ અર્થશક્તિથી ઉદ્ભવતા ‘અનુરણન વ્યંગ્ય ધ્વનિ’માં (=સંલક્ષ્યક્રમ વ્યંગ્યધ્વનિમાં), જે વ્યંજક અર્થ કહ્યો તેના પણ બે પ્રકારો : કવિની કે કવિએ ચીતરેલ પાત્રની પ્રૌઢોક્તિથી જ નિષ્પન્ન સ્વરૂપવાળો એક અને સ્વતઃસંભવી બીજો. ૧૩૭ કવિ પ્રૌઢોક્તિથી જ નિષ્પન્ન સ્વરૂપવાળો જેમ કે- ‘(કામદેવનો મિત્ર) વસંત માસ યુવતીઓને લક્ષ્ય બનાવનાર અગ્રભાગથી યુક્ત (ફળાથી યુક્ત) નવ પલ્લવોનાં પીંછાંવાળાં, આંબાની નવી મંજરીનાં કામદેવનાં બાણ તૈયાર કરે છે પણ હજુ (પ્રહાર કરવા) આપતો નથી.’’ કવિએ ચીતરેલ પાત્રની પ્રૌઢોક્તિથી જ નિષ્પન્ન સ્વરૂપવાળો, જેમકે ‘“શિrિ વ નુ નામ... ઈ. શ્લોક (ઉદ્યોત-૧/૧૩ની વૃત્તિમાં અગાઉ આવી ગયેલ છે). અથવા જેમ કે ‘‘યૌવને આદરપૂર્વક આપેલા હાથના સહારાથી ઊભાં થયેલાં તારાં સ્તનોએ જાણે કામદેવનો (મન્મથનો) ઊઠીને સત્કાર કર્યો.'' (કવિ અને કવિએ આલેખેલ પાત્રની કલ્પનાથી) બહાર પણ યોગ્ય રૂપથી જેના અસ્તિત્વની સંભાવના હોય, કેવળ (કવિ કે કવિનિબદ્ધ પાત્રની) ઉક્તિમાત્રથી જ સિદ્ધ થતો ન હોય તે સ્વતઃ સંભવી (કહેવાય) છે. જેમકે વં વાવિનિ લેવાઁ... ઈ. ઉદાહરણમાં કારિકા-૨૨માં આ શ્લોક આવી ગયો). અથવા જેમ કે - = ‘‘મોરપીંછનું કર્ણપૂર પહેરેલી શિકારીની (નવી) પત્ની મોતીનાં બનાવેલ આભૂષણોથી અલંકૃત સપત્નીઓ-શોકચો-ની વચ્ચે ગર્વથી કરે છે.’’ કારિકા-૨૫ અને વૃત્તિ : (અર્થશક્તિમૂલ અલંકાર ધ્વનિ) - ‘‘જ્યાં અર્થશક્તિથી (વાચ્યાલંકારથી લિંન્ન) બીજો અલંકાર પ્રતીયમાન (સૂચવાયેલો) હોય છે તે ધ્વનિ (કાવ્ય)નો બીજો (અલંકારથી અલંકાર વ્યંગ્ય) અનુસ્યાનોપમ (અર્થાત્, સંલક્ષ્યક્રમવ્યંગ્ય) નામનો ભેદ છે. જ્યાં વાચ્યાલંકારથી ભિન્ન બીજો અલંકાર અર્થસામર્થ્યથી વ્યંગ્યરૂપે પ્રતીત થાય છે તે સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપ અર્થશકત્યુદ્ભવ (અર્થાત્ અર્થશક્તિમૂલ) ધ્વનિ અન્ય છે. (અલંકારથી અલંકાર વ્યંગ્યરૂપ બીજો ભેદ છે).
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy