SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ઉદ્યોતઃ ૨૦, ૨૧ ૧૨૩ ચંદ્રમામાં (તારા) મુખની કાન્તિ, મોરનાં પીંછાંમાં કેશ, નાના નાના નદીના તરંગોમાં ભ્રમર વિલાસ જોઉં છું પણ અરે રે ! ચંડી ! એક સ્થાનમાં તારું સામ્ય સાંપડતું નથી.' ઇત્યાદિમાં. (અહીં ઉભેલાને અનુપ્રાણિત કરનારા સાદશ્યનો પ્રારંભથી અંત સુધી નિર્વાહ કર્યો છે પણ તે અંગરૂપે જ રહે એ વાતનું પૂરું ધ્યાન રખાયું છે. એથી તે વિપ્રલંભ શૃંગાર રસનો પોષક જ છે.) આમ પ્રયોજાતા (છ નિયમો જાળવીને પ્રયોજાતા) અલંકારો કવિના રસને વ્યક્ત કરવામાં કારણરૂપ બને છે. ઉક્ત પ્રકારનું ઉલ્લંઘન થાય ત્યારે તે ચોક્કસ રસભંગના કારણરૂપ બને છે. મહાકવિઓની રચનાઓમાં પણ આનાં પુષ્કળ ઉદાહરણો જોવા મળે છે. પણ હજારો સુભાષિતોથી-સૂક્તિઓથી-સ્વયં પ્રકાશનારા મહાત્માઓની ભૂલો બતાવવી તે પોતાનું જ દૂષણ ગણાય. તેથી તેને (મહાકવિઓના દોષરૂપ ઉદાહરણ-ભાગને) અલગ નથી બતાવ્યો. પણ રૂપકાદિ અલંકાર વર્ગનો રસાદિની વ્યંજનામાટે ઉપયોગ કરવાના જે માર્ગનું અહીં દિશાસૂચન કરવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરતાં, પોતે પણ બીજાં લક્ષણોની કલ્પના કરી લઈ, સાવધાન થઈને, જો કોઈ સુકવિ પૂર્વકથિત ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ નામના ધ્વનિના આત્મભૂત (રસાદિ)નું નિરૂપણ કરે તો તેને મોટો આત્મલાભ થાય છે. (અર્થાત્ મહાકવિ પદની પ્રાપ્તિ થાય છે.) કારિકા-૨૦ અને વૃત્તિઃ “તેનો જે આત્મા (=સ્વરૂપ) અનુસ્વાન (= ઘટના અનુરણન) જેવો ક્રમથી પ્રતીત થાય છે તે શબ્દશક્તિમૂલ’ અને ‘અર્થશક્તિમૂલ” હોવાને કારણે બે પ્રકારનો વ્યવસ્થિત છે (રહેલો છે).” આ વિવક્ષિતાજપરવાચ્યધ્વનિ’, ‘સંલક્ષ્યમવ્યંગ્ય’ હોવાથી (અર્થાત્ વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થના બોધ વચ્ચેનો ક્રમ ધ્યાનમાં આવતો હોવાથી) અનુસ્વાગતુલ્યઅનુરણન જેવું-જે (બીજું) સ્વરૂપ છે, તે પણ ‘શબ્દશક્તિમૂલ અને અર્ધશક્તિમૂલ” બે પ્રકારનું છે. કારિકા-૨૧ અને વૃત્તિ (પૂર્વપક્ષ) શબ્દશક્તિથી જ્યાં બીજો અર્થ પ્રકાશિત થાય છે એ જ ધ્વનિનો ભેદ (માનવામાં આવે, તો પછી શ્લેષનો વિષય જ લુપ્ત થઈ જશે, અપહૃત થઈ જશે. (ઉત્તર પક્ષ)નહીં લુપ્ત થાય, આ (વાત) કહે છે-“જ્યાં શબ્દથી અનુક્ત (સાક્ષાત્ અસંકેતિત હોવા છતાં) આક્ષેપ સામર્થ્યથી જ શબ્દ શક્તિ દ્વારા અલંકારની પ્રતીતિ થાય છે તે “શબ્દશત્યુભવ ધ્વનિ' કહેવાય છે.” ૨૧.૧ કારણકે, કેવળ વસ્તુ જ નહીં, અલંકાર પણ જે કાવ્યમાં શબ્દશક્તિથી (આક્ષિત થઈને) પ્રકાશે છે તેજ શબ્દશક્તિથી ઉદ્ભવતો ધ્વનિ છે. શબ્દશક્તિથી પ્રગટ થતી બે વસ્તુ હોય ત્યાં ‘લેષ” (હોય છે.) જેમકે
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy