SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ઉદ્યોતઃ ૧૯ ૧૨૧ અહીં સામ્યકથન વિના જ “વ્યતિરેક' દર્શાવવામાં આવ્યો છે. (એથી ‘વ્યતિરેકને માટે શાબ્દ “ઉપમા ની અપેક્ષા ન હોવાથી “ સ્વ” માં લેષાપમા’ને ‘વ્યતિરેક’ની અનુગ્રાહક માનવાની પણ આવતા નથી. પણ ‘લેષ” અને ‘વ્યતિરેકબન્નેની અલગ અલગ અલંકારોની સંસૃષ્ટિ' જ માનવી જોઈએ. (નાત્ર છે... ઈ. થી શરૂ થતો ગદ્યખંડ, ઉત્તરપક્ષીનો જવાબ છે. પૂર્વપક્ષીની દલીલ આપ્યા વગર મનમાં કલ્પીને, જવાબ આપ્યો છે. એવો પૂર્વપક્ષી વિચાર આ પ્રમાણે છે. તો ન્યાયિવાયો. ઈ. શ્લોકમાં ‘વ્યતિરેકનું અનુગ્રહણ કરનારી ‘ઉપમા’ દેખાતી નથી. ઉપમા’ વિનાનો એ વ્યતિરેક છે. પણ રત્વમ્... ઈ. ઉદાહરણમાં તો વ્યતિરેકને માટે ‘શ્લેષોપમા’ ગ્રહણ કરવામાં આવેલી છે. કેમકે તેના વિના કેવળ “શ્લેષોપમાથી ચાર્વપ્રતીતિ થતી નથી. એથી શ્લેષોપમાનગૃહીત ‘વ્યતિરેક થી ચારુત્વ હેતુ સંભવિત હોવાથી અહીં અંગાગિભાવસંકર જ છે, સંસૃષ્ટિ નથી. આ પૂર્વપક્ષનો જવાબ પછી આપે છે.) અહીં માત્ર ‘શ્લેષ'ને લઈને જ ચારુત્વની પ્રતીતિ છે. એમ ગણી, “શ્લેષને ‘વ્યતિરેક ના અંગ તરીકે કહ્યો છે એમ પણ નથી. તેમજ પોતાની મેળે જ અલંકારતા છે એમ પણ નથી. કારણ કે આવા વિષયમાં સારી રીતે પ્રતિપાદિત કરેલાં સામ્ય માત્રથી પણ ચારુત્વ હોય છે. જેમકે- “હે જલધર ! મારું કરુણ કુન્દન તારા ગર્જન સમાન છે. મારું નેત્રજળ- અમુ-તારા વિશ્રામ રહિત પ્રવાહિત થનારી જલધારા સમાન છે અને પ્રિયતમાના વિયોગથી ઉત્પન્ન થયેલ શોકાગ્નિ વીજળીના વિલાસ જેવો છે. મારા અંતરમાં પ્રિયાનું મુખ રહેલું છે અને તારી અંદર ચંદ્રમા છે. આ રીતે બધી વાતે મારી અને તારી વૃત્તિ (સ્થિતિ) એક સરખી છે. તો તું મને રાતદિન બાળવા કેમ તૈયાર થયો છે?' ઇત્યાદિમાં. ૧૮-૧૯-૫-રસ નિર્વાહમાં એકાગ્ર- હૃદય (કવિ) જે (અલંકાર)નો અત્યંત નિર્વાહ કરવા નથી ચાહતો. (તેનું ઉદાહરણ) જેમકે ક્રોધે ભરાઈને પોતાની કોમળ બાહુલતાના પાશમાં દઢ રીતે બાંધીને, સાયંકાળે સખીઓ સમક્ષ શયનગૃહમાં લઈ જઈને, (તે નાયકના પરસ્ત્રીગમન વગેરે) દુશ્ચરિતોનું સ્પષ્ટ સૂચન કરીને લથડતી-મીઠી વાણીથી “ફરી એવું કહેશો નહિ એમ કહી રોતી નાયિકા દ્વારા, હસતો, પોતાના અપરાધોને છૂપાવવાની ચેષ્ટાવાળો જે પ્રિયતમ પીટાય છે તે ધન્ય છે.” ૧૮.૧૯ -૬ અહીં (બાહુલતિકાપાશથી) “રૂપક' (આક્ષિપ્ત) શરૂ થયું હતું પણ કેવળ (જૂ અથવા અત્યન્ત) રસપુષ્ટિને માટે તેનો નિર્વાહ કરવામાં આવ્યો નથી, અર્થાત્ એને ઠેઠ સુધી નિભાવ્યો નથી. રસની પુષ્ટિ માટે પ્રયોજવાનું ઈષ્ટ હોય તો પણ જેને ખાસ કરીને અંગરૂપે જગૌણ રીતે જ પ્રયોજે છે, જેમકે “પ્રિયંગુલતામાં તારું શરીર, સંભ્રાન્ત હરિણીઓની દષ્ટિમાં તારો દષ્ટિપાત,
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy