SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ‘૧૪ મનોવિજ્ઞાન શુદ્ધ સ્વરૂપની ભાવના કરકે જેથી તારા દુઃખનો નિવેડો આવે. અનંતાનંત કાળથી ભવમાં ભમતાં આ જીવે એકલાં દુઃખ અને તીવ્ર અશાતાનનું જ વેદન કર્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જ્ઞાની પુરૂષ ફરમાવે છે કે તેના પ્રમાણમાં એક આંખના પલકારા જેટલી પણ આ છ શાતા વેદી નથી અને સુખ પણ અનુભવ્યું નથી. દેવગતિ કે મનુષ્ય ગતિમાં થોડાંક અલ્પ પ્રમાણમાં જીવે જે સુખ અનુભવ્યા છે તે અનંતાનંત કાળ સુધીનાં નરક કે નિગદનાં દુઃખની આગળ એક બિન્દુ તુલ્ય પણ નથી. કેઈ જીવ આ મૃત્યુ લોકમાં અશાતાના 'ઉદયે અતિતીવ્ર વેદના અનુભવતા હોય તે કરતાં પણ નરક ગતિની વેદના અનંતગણી છે. તેવી તીવ્રતર અને તીવ્રતમ વેદનાઓ પણ આ જીવે અનંતવાર વેલી છે. પરમાધામી દે નારકીનાં જીનાં શરીરનાં રાઈના દાણ દાણ જેટલાં બારીક ટુકડા કરી નાખતા હોય છે છતાં કાચા પારાની જેમ એ ટુકડા પાછા તરતમાં સંધાઈ જતાં હોય છે. નરકગતિમાં ઉત્પન્ન થનારાં છે કુંભમાં ઉત્પન્ન થાય છે. કુંભીનું મોઢું ઘણું સાંકડું હોય છે અને અંદર ઉત્પન્ન થનાર નારકેના શરીરનું કદજરામેટું હોય છે.પરમાધામદેવે જ્યારે કુંભમાં ઉત્પન્ન થયેલાંનારકેને ખેંચીનેબહાર કાઢેત્યારેનારકે તીવ્રદુઃખને અનુભવતાં હોય છે. નરક ગતિમાં મંગળાચરણમાં જ આવું તીવ્ર દુઃખ હોય છે. હવે આગળના દુઃખોની તે વાત જ શી કરવી? અગ્નિકુંડ ઉપર ઉંધે માથે બાંધીયે પરમાધામી દેવે નારકીનાં જીવેને પકવતાં હોય છે. અહિં જેમ કાચી વસ્તુને અગ્નિમાં પકવવામાં આવે તેમ ત્યાં બિચારા નારકને પરમાધામીને હાથે પકાવું પડે છે. શેરડીની જેમ નારકને યંત્રમાં પીલવામાં આવે છે. દુઃખથી અને ભયથી ભાગતા નારકની પાછળ સુવર અને કુક્કરને દોડાવવામાં આવે છે. પરમાધામી દેવે લેહમય રથની
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy