SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં ધમની પ્રતિષ્ઠા ૨૫૭ આ ત્રણમાં બધાં તત્ત્વા સમાઈ જાય છે. નવ તત્ત્વમાં આશ્રવ, બંધ અને પાપ એ ત્રણ તત્ત્વા હેય છે. પુણ્યાનુબંધી પુણ્ય સવર, નિરા અને મેાક્ષ એ ઉપાદેય છે. જીવ અને અજીવ એ જ્ઞેય છે. હેયને અર્થ છાંડવાયેાગ્ય, ઉપાદેયના અથ આદરવાચેાગ્ય અને જ્ઞેયના અર્થ જાણવા ચેાગ્ય છે. જીવનમાં ધર્મ અને મેાક્ષની જ ઉપાદેયતા હાવી જોઈએ. તમે કહેશે કે, મહારાજ ! તમે ગમે તેટલુ સમજાવા પણ અમારા અંતરમાં તેા રાડા તે કુકાની ઉપાદેયતા બેઠી છે. અમને તેા ભજકલદારમ્ ઉપાદેય લાગે છે અને જીવનમાં ડગલે ને પગલે જરૂર પણ અમને એની જ જણાય છે. સવારના અમારે શાકમારકીટમાં જવું હાય તેાયે ખિસ્સામાં પાંચ-દશ રૂપિયા જોઈએ, માટે અમારા મગજમાં એની હેચતા શી રીતે બેસે ? અને ધમની ઉપાદેયતા દીમાગમાં શી રીતે આવે ? એ બધી વાત તમારી સાચી છે. અર્થ એ જીવનમાં સાધનરૂપ વસ્તુ છે. ગૃહસ્થીને જીવનમાં એની જરૂર પડે એ બધી વાત કબૂલ છે. તમે કાંઇ અમારી જેમ માર વાગેહાથમાં ઓળી લઇને નીકળી શકવાના નથી, પણ તમે સાધનને સાધ્યરૂપ માની બેઠા છે ત્યાં અમારા વાંધે છે. તમે અર્થાર્જન કરતા હા એ તમે જાણા પણ એની નિસારતા તમારા મગજમાંથી જવી ન જોઈ એ, નિર્વાહના ધ્યેયથી નીતિના રસ્તે ચાલીને અર્થાર્જન તમારે કરવુ પડતુ હોય એ જુદી વાત છે, પણ તેમાં બહુ ભેગુ કરવાની બુદ્ધિ ન હોવી જોઈએ. ગમે તેટલુ મેળવેલુ હુરો પણ અંતે મૂકીને જવાનું છે, ત્યાં સંગ્રહ કોના સારું કરવુ પડે છે? ૧૭
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy