SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ મનોવિજ્ઞાન સ્વરૂપમાં એવા લીન બન્યા કે ત્યાંને ત્યાં કેવળજ્ઞાન પામ્યા. તેમની આંગળીએ સર્ષે ડંશ દીધેલો છતાં નાગકેતુએ લીનતા ન છોડી. મમ્મણશેઠની લીનતા ભકળદારમાં હતી તો મમ્મણશેઠ સાતમી નરકે ગયા. હવે તમે પણ નિર્ણય કરી લેજે કે લીનતા શેમાં કેળવવી, મન તે કોઈને કોઈ પ્રકારનાં વિષયમાં જોડાવવાનું જ છે. તમે એને શુભમાં નહિ જે તે એ અશુભમાં જોડાશે. મનને શુભ ધ્યાનમાં જોડવામાં પ્રયત્ન કરવો પડે છે અને દુર્થોનમાં મન સહેજે જોડાઈ જાય છે. કારણ કે અનાદિને અભ્યાસ અવળે છે, છતાં આપણે પ્રયત્ન જે ચાલુ જ રાખીએ તે જાતે દહાડે પણ મન શુભધ્યાનમાં જોડાઈ જાય. કઈ પણ કાર્યની સિદ્ધિ પ્રયત્નથી જ થાય છે. સુતેલાં સિંહના મુખમાં મૃગલાઓ આવીને પડતા નથી. તેને પણ પ્રયત્ન તો કરવો જ પડે છે. ઉદ્યમ વિના સિદ્ધિ છે જ નહીં. તેમ મનને શુભ ધ્યાનમાં ન જ જેડી શકાય તેવી કે વાત છે જ નહીં. કર્મનું કારખાનું મનને પહેલાં તો નવરૂ જ ન પડવા દેવું. નવરું પડેલું મન શેતાનનું ઘર કહેવાય. અથવા પ્રતિ સમય નવા બંધાતા કનું કારખાનું કહેવાય. તમારી કહેવતમાં પણ કહેવાય છે કે નવા નખોદ વાળે ! માટે મનને કેઈ ને કોઈ પ્રકારની શુભ પ્રવૃતિમાં જોડી રાખવું. ભગવાન ઉમાસ્વાતિ આ વિષય અંગે પ્રશમરત્તિ નામે ગ્રંથમાં ફરમાવે છે કે, पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । सयमयोगैरात्मा. निरंतर व्यापृतः कार्यः ।।
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy