SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ લાખેણી જાય | [ ૧૫૬ રહેતા કે, ઘડપણમાં ભગવાનને ભજી લઈશું ! ઘડપણ આવે એ પહેલાં જ ઘણાં બળતણમાં ચાલ્યા જાય છે તેનું શું ? માટે આ જિંદગીને એક પળને ભરેસે નથી એમ સમજીને નિરંતર ધર્મધ્યાનમાં રહેવું ! ધર્મમાં મુદત ન હોય ! મુદત લેવી હેય તે કોર્ટમાં લેજો, બાકી ધર્મમાં -તે-જાગ્યા ત્યારથી જ સવાર-એમ સમજીને કામે લાગી જવાનું છે, આ તે વિજળીના ઝબકારે મેતી પાવવાની વાત છે. ભાદરવાની મેઘલી અમાવસ્યાની મધ્ય રાત્રિના સમયે વીજળીનાં ઝબકારે મેતી દોરામાં પરોવવું હોય તેણે કેટલાં સજાગ રહેવું જોઈએ ? સજાગ રહેવાને બદલે ઝોલા ખાય તે કયાથી મેલી પરેવી શકે? અને ઝોલા ખાતા ક્યાંય ઝોળે આવે તે રામ રમી જાય ! મેતી મેતીના ઠેકાણે રહી જાય, વિજળીના ઝબકારાને કાળ કેટલેક હોય છે, તે પછી તેના પ્રકાશમાં કાર્ય કરી લેવું હોય તે કેટલાં સાવધ રહેવું જોઈએ ? આ જીંદગી પણ વિજળીનાં ઝબકારા જેવી જ છે. અથવા અંજલિમાં રહેલા જળની જેમ આયુષ્ય ક્ષણભંગુર છે. તે પછી આવા ક્ષણભંગુર મનુષ્ય શરીરથી આત્માર્થ કે પરમાર્થ સાધી લેવું હોય તે સદા–સર્વદા કેટલા સજાગ રહેવું જોઈએ ! અને જીવનમાં કેટલી સાવધાની રાખવી જોઈએ ? પછી કુંભકર્ણની નિદ્રામાં મનુષ્ય ઘરતે રહે તે કયાંથી કાર્ય થવાનું છે? કોઈ મહાત્માએ લખ્યું છે કે, निशदिन नयनमें निंद न आवे नर तब ही नारायण पावे । નયનેમાંથી નિદ્રા ચાલી જાય અને સ્વઆત્મામાં
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy