SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ] રાધિરાજ મરણાંત ઉપસર્ગના સમયે પણ દાખવેલી અપૂર્વ ક્ષમા પાલક મનમાં ખૂબ હરખાઈ ગયે. તેને તે આટલું જ જોઈતું હતું. ભાવતું, ને વૈદ્ય કહ્યું. તેના હરખને પાર ન રહ્યો અને મનમાં વિચારવા લાગ્યું કે મારી ધારણાં હવે પાર પડી જશે. અજમાવેલી મારી યુક્તિ સફળ થઈ ગઈ. દુષ્ટ બુદ્ધિનાં મનુષ્ય ઘેર દુષ્કૃત્ય આચરતાં પણ અચકાતાં નથી. પાલક બીજે જ દિવસે સવારનાં વહેલે ઉદ્યાનમાં પહોંચી ગયે, અને બોલી ઉઠ, મહારાજ! તમે મારૂં શ્રાવતિ નગરીમાં ભર સભામાં અપમાન કર્યું હતું, હવે હું તેને બદલે લીધા વિના નહીં રહે. તમારામાંથી કેઈને પણ હવે છોડનાર નથી! તમને બધાને અવળી ઘાણીએ પીલી નાંખવામાં આવશે. માટે ઈષ્ટદેવનું સ્મરણ કરવું હોય તે કરી લેજે. બંધક આચાર્યને ભગવાન મુનિસુવ્રત સ્વામિએ ભાખેલું ભવિષ્ય યાદ આવી ગયું ! પિતે પિતામાં સાવધાન થયા અને અંદરની જાગૃતિ પૂર્વક સૂરિજી બોલ્યા કે, મહાનુભાવ ! અમને મુનિઓને જીવન અને મરણ બને સમાન હોય છે. મૃત્યુનો ભય અમને હોતે નથી, અને જીવિતવ્યને લેભ અમને હેતે નથી. મહાપુરૂષે મૃત્યુને વાંછનારા હેાતા નથી, પણ મૃત્યુને સાદ સાંભળીને નાશભાગ કરનારા પણ હોતા નથી ! મહા પુરૂષોએ તો તૈયારી એવી કરી રાખી હોય છે કે, મૃત્યુ અચાનક આવી પહોંચે તે તેને મિત્રની જેમ ભેટી શકે .
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy