SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ રમી રાજાનું પતન સહાયક છે, વિશ્વના જીવને તારણહાર છે, તે પછી સગા સ્નેહી-પરિવાર-ગણનાં મમત્વથી સર્યું, ધન-ધાન્ય, સુવર્ણ -મણિ-માણેકનાં નિધાન-ખજાનાથી સર્યું, એને સંચયસંરક્ષણથી સયું. એ બધી ઋદ્ધિ-સમૃદ્ધિ અને પરિવાર તે ઈંદ્ર ધનુષ્ય અને વિજળીના ઝબુક જેવા ચંચળ છે; સ્વપ્ન અને ઈજાળ જેવા ક્ષણ-દેણન છે. નાશવંત અધુવ, અશાશ્વત અને સંસાર-વૃદ્ધિને કરનારા છે. એનાથી જ જીવ પર ઘર નરકાદિ અપકાર વરસે છે અને સદ્ગતિના માર્ગ રુંધાય છે, તેમજ અનંત સંસાર સર્જાય છે !” ગેવિંદ બ્રાહ્મણ ઘણા વિદ્વાન હતા, પણ આ જાતની વિશ્વગષણ એણે કરેલી નહિ, તે આજે પત્નીના મુખેથી સાંભળતાં થીજી જાય છે ! ધ્રુજી ઊઠે છે કે આ શું કહી રહી છે! વિશ્વનું કેવુંક યથાસ્થિત તત્વ કહી રહી છે ! અને અમે એની ઉપેક્ષામાં રહી કેવા અવળા ચાલી રહ્યા છીએ! એના મનમાં હવે જોરદાર ગડમથલ ચાલી છે, એના મનને થાય છે કે, “આ બાઈ શું છેટું કહે છે? જ્યારે ધર્મ જ એક તારણહાર છે, આત્માને સાચે સગો અને સાચી સંપત્તિ છે, તે પછી દુનિયાની બનાવટી સગા-નેહી અને નામની સંપત્તિને વળગ્યા રહેવાનું શું કામ છે? દુન્યવી સગાંસંપત્તિને વળગેલા રહેવામાં તે સાચા સગારૂપ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy