________________
અને ઉત્થાન
૩૪૧ વિષયમાં સુખને અનુભવ કેમ છે? –
પ્ર–પણ અમને વિશ્વમાં સુખને અનુભવ થાય છે ને?
ઉ-વાત ઠીક, કિન્તુ શું કદી એ તપાસ્યું છે કે આ તે સુખ છે કે માત્ર ખરજવાની ખણુજને પ્રતિકાર છે? પહેલાં તે આ તપાસવા જેવું છે કે દુનિયાના જે જે વિષયના સંગથી સુખ થવાનું લાગે છે તે તે વિષયના સંગ થતા પહેલાં જીવમાં કેઈ ઝંખના, આતુરતા, ચળવિચળતા ઊભી થઈ છે કે નહિ ? એ થઈ હશે તે જ પછી તે તે વિષયસાગથી સુખ લાગવાનું; અને એ જે શાંત થઈ ગઈ તે પછી ગમે તેટલે સારે સંયોગ કાયમ છતાં, નહિ લાગે સુખને અનુભવ ! પક્વાન્નના ભેજનથી મજા આવે લાગ્યું ત્યાં જરૂર એની ઝંખના, એની ચળ, એની વ્યાકુળતા ઊભી થઈ જ છે. એટલે જ એ ખાતાં ખાતાં સુખને અનુભવ થાય છે. પણ જ્યાં પેટ પૂર્ણ ભરાઈ ગયું, હવે મોંઢું જ ના પાડે છે, વધારે ખાવાથી ઊલટી થવા જેવું લાગે છે, ત્યારે એની આતુરતા-ચળઝંખના શાંત થઈ ગઈ ગણાય. હવે “લાવ જરા બે ઢેફા ખાઉં, મજા આવશે.” એમ નથી લાગતું. કેમ એમ ? ચળ-ઝંખના-ભૂખ હતી ત્યાં સુધી જ વિષયસુખનો અનુભવ; એ મટયા પછી સુખાનુભવ નહિ, એ સ્થિતિ છે માટે. પેટ ભરાઈ ગયા પછી ભૂખ-ચળ મટી ગયે એના એ જ પકૂવાનથી સુખ નથી લાગતું.