SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન : * ( ૧૯૩ શ્રી સમેતશિખર તીર્થ પર અનશન કરી ધાર્યા મુજબ વિધિ–પૂર્વક દેહત્યાગ કરે છે. વિહાર કરતાં એકવાર પેલા ચક્ષુકુશીલ રુફમી સ્ત્રીરાજાની નગરીમાં પધારે છે. ત્યાં પ્રજા અને રાજા સુદ્ધાં દર્શન-વંદન અને દેશનાશ્રવણ અર્થે એમની પાસે આવે છે. મહર્ષિની દેશના :– આવા અવધિજ્ઞાની મહર્ષિ પરિવાર સાથે પધારે એટલે લેક-આકર્ષણનું પૂછવું જ શું ? પેલા બે દુશ્મન રાજાઓએ પણ આમની પાસે મુનિ-દીક્ષા લીધી છે. એટલે પણ મહર્ષિને યશવાદ તે પૃથ્વી પર ફેલાઈ ગયું હોય. વળી એ અવધિજ્ઞાની છે. એ બધા હિસાબે અહીં રાજા અને પ્રજા આકર્ષાઈ આવેલ છે. મહર્ષિએ ભવ્ય ધર્મદેશના આપી. દેશનામાં શું પૂછવાનું ? અવધિજ્ઞાનથી પિતાના જીવનમાં જ અસંખ્ય ભવમાં ઈન્દ્રિય-વિષયાસક્તિ, કષાયસેવન, પ્રમાદ, હિંસાદિ દુષ્કૃત્ય, રાગ-દ્વેષ–મહ-મિથ્યાવ વગેરેથી કેટકેટલા ભયંકર અનર્થ નીપજ્યા, તે નજરોનજર નિહાળી રહ્યા છે. તેમ મૌન, વળી અગ્નિ-પાણીમૈથુનને ત્યાગ, શીલ અને શુભ અધ્યવસાય વગેરેના કેવા મહા ચમત્કારિક લાભ છે એ પણ અનુભવ્યું છે, એટલે શુભાશુભ ભાવના લાભાલાભ પર અતિ રોમાંચક ભવ્ય ઉપદેશ કરે એમાં નવાઈ નથી. ફમી વૈરાગ્ય – આવી હદયવેધી દેશના સાંભળીને રમી રાજાને
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy