________________
‘૧૨૬
રૂકમી રાજાનું પતન
અને આસ્તિક્યરૂપી સમ્યકત્વનાં લક્ષણની સ્પર્શના કરી, એનું પણ રેચક વર્ણન કર્યું. એ વર્ણન કરતાં, નિર્વેદ થવાના કારણભૂત સંસારના વિચિત્ર વિષમ વિષમય સ્વરૂપને દર્શાવ્યું. તટસ્થ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીના આ સંસારમાં દુર્દશાભર્યા હાલહવાલ જોતાં સંસાર કેવું લાગે? વિષકુંડ કે અમૃતકુંડ? વિલક્ષણ પુણ્ય-પાપના મિશ્રિત ઉદય જતાં શું લાગે ? વિચિત્ર કે એક સરખે ? જીવે મોટા દેવપણામાંથી એકાએક વિષ્ઠા ચૂંથતા ભૂંડને અવતાર પામતા જણાય, સુખના ક્ષણિક ઝબૂકા બાદ દુઃખની ભારે ખીણમાં પટકાતા દેખાય, ત્યારે સંસાર કે લાગે? વિષમ કે સમસ્થિતિવાળે? ઝેર ચડ્યાના ત્રાસની જેમ જીવેની વાસભરી અવદશા નજર સામે ક્યાં જેવા નથી મળતી?
વિચિત્ર શુભાશુભ મિશ્ર કર્મના ઉદય તે કેવા, દા. ત. પુષ્પને રૂપ-રસ-ગંધ-સ્પર્શ કેટલા સુંદર મળ્યા છે ! જ્યારે, એકેન્દ્રિયપણાના સ્થાવર નામકર્મ, ગાઢ જ્ઞાનાવરણાદિ, મહાન અશાતા વેદનીય વગેરે અશુભ કર્મવિપાક પણ કેવા દારુણ છે ! માણસ જેવા માણસને પણ એક વાતની સરખાઈ, તે બીજી વાતની વિષમતા ! રૂપ સારૂં, તે અવાજ ભેંસાસૂર ! પૈસા બહુ તે હેકરો નહિ! છેકરા બહુ, તે ખાવાના ફાંફા ! આજને કરેડપતિ કાલે ભિખારી! આજને લબાજ કાલે કેન્સરમાં !