SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮] [ રુકમી બચી જવાય છે. મનને એમ થાય કે “આવા ઉત્તમ કુળમાં જનમેલે હું આ અપકૃત્ય કરું ? એથી તે મારા કુળને કલંક લગાડનારો થાઉં. બહેતર છે કે દુન્યવી મોટો લાભ જતો કરી થાવત્ પ્રાણને પણ ત્યાગ કરૂં; કિન્તુ કુળને કલંક તે ન જ લગાડું. કેમકે દુન્યવી લાભ તે ચંચળ છે. એ માત્ર આ જીવ નને જ પ્રશ્ન છે, ત્યારે અપકૃત્ય-નિવારણની સુકુળ-પરંપરાની રક્ષા કરવી એ સુકૃત અમર છે. અને પ્રાણ તે વળી શી ચીજ છે? એકવાર મારવાનું તે છે જ. એના ડરથી કલંકિત કૃત્યનું આચ રણ કરવા જઈએ તે એ ભવની પરંપરા બગાડી નાખે.” આ સમજથી જે સુકુળજન્મ પર અપકૃત્યથી બચાય એને ગુણ કેમ ન કહેવાય? આપણે આપણા આ ગુણની કદર કરીએ, અનુ. મેદન કરીએ, તે આપણામાં એવું જોમ આવે કે હલકા બેલ, અધમ કૃત્ય અને કચરાપટ્ટી વિચારોથી બચી જઈએ. દિલને એમ થાય કે “હું? મને તે આ મનુષ્ય ભવમાં આવું સુંદર કુળ મળ્યું ? તે જરૂર હું એને બટ્ટો ન લગાડું.” માટે જ રાજકુમાર એમજ ભાગી જવા તૈયાર નથી. ત્યારે શું, લડતાં લડતાં અને મારતાં મારતાં નીકળી જવું? ના, પહેલું વ્રત ભાંગે. વળી કેઈને જરા પણ દુઃખ ન અપાય, તો હિંસા તે કેમ જ થાય ? દયાભાવ કેમ દુર્લભ બન્યા છે ? – કેટલાય કટોકટીના મામલામાં પણ રાજકુમારની વિચારસરણી અને હૃદય કેવા વિવેક અને જાગૃતિભર્યા છે એ જોવા જેવું છે. લડવાની તાકાત છે, આવડત છે, પણ લડવું નથી. કેમકે લડવા -જવામાં તે દુમનના ઘાથી માત્ર બચવાનું જ કરાય છે એમ
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy