SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] | | | કમી ન પર સામે જેએ શું વળે? - એમ, કોઈ દાનાદિ સુકૃત સેવે એમાં પણ પરની જ સામે જોયા કરે તે શું વળે ? દાન તે કરે, મહા સુપાત્રદાન કરે, વીતરાગની ભક્તિમાં કાંઈ ખર્ચ, પણ દષ્ટિમાં એ લાવે કે “ફલાણ, કરતા આપણે રંગ સારે આવ્યો, બીજાઓએ પ્રશંસા ઠીક કરી, બીજા શકિતસંપન્નેને આ સૂઝયું નથી, અગર “આ તે ખરચ વધારે થઈ ગયા, ત્યાં જાતમાં જોવાનું કયાં રહ્યું ? અરે મૂરખાં એ જે કે “મારાં અહેભાગ્ય કે નાથના પ્રતાપે મળેલામાંથી થોડું પણ નાથની સેવામાં ગયું ! છતાં હજી મારી કૃપણુતા-સ્વાર્થોધતા કેમ ઓછી નથી થતી? આથી પણ વિશેષ ભક્તિ કયારે કરૂં! પ્રભુની દ્રવ્ય ભકિત તે કરી, પણ એના ફળરૂપે વીતરાગની નજીક કયારે આવીશ ? નજીક આવવા માટે રાગ-તૃષ્ણા, મદ– માયા વગેરે ઓછા કયારે કરીશ? સર્વવિરતિ કયારે પામીશ?” જે આ જેવાય, તે સીધું જાતમાં જ ઊતર્યા ગણાય. એમ, ધર્માનુષ્ઠાનમાં પણ બીજાના જ સામું જુએ કે આણે ક્રિયા બરાબર ન કરી, આ સૂત્ર બરાબર નથી બોલતે, અહીં ભૂલ તહીં ભૂલ કરે છે, આ કેમ ચાલે? મહારાજ પણ શું જેઈને આવાને આદેશ આપતા હશે?...”આમ મહારાજને ય ભેગા લે, એમાં એ ક્રિયાનું જાતમાં શું લીધું ? જાતમાં લેવા માટે તે પદે પદે પિતાને જ લાગુ કરવું પડે, અતિચારના સૂત્રમાં દેષની સંતાપભર્યા હૃદયે નિંદા-મહાઘણા કરવી રહે,-નમુત્થણ” જેવા સૂત્રોચ્ચારણ વખતે પિતે મનમાં પિતાનું પામરપણું કંગાલ પણું લાવી, અદના સેવકભાવે ગ ગદ થઈને જાતને અર્થે પ્રભુને સ્તવવા પડે, પણ મનમાં શેઠાઈ-હોશિયારી-ઠસ્સો રાખીને નહિ,
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy