SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ ] [૧૯૩ ધ-કથાનું શ્રવણુ છુ, કે શાસ્ત્ર વાંચન છું, યા કોઈ પણ સુકૃત કે ધર્માનુષ્ઠાન શું, એ સ્વાત્માના આંતર નિરીક્ષણ સાથે નિજના ઉત્થાનની પ્રક્રિયાના અમલ--આચરણુ અર્થે કરવાનું છે, બીજાનુ... જોવા કે બીજાને બતાવવા માટે નહિ. માણસ ઘણીવાર ભુલાવામાં પડી જાય છે, ધમકથા સાંભળે તા એમાં આવતા પાત્રોમાં જ ઊતરી જાય છે, જાણે પેાતાને કોઈ લેવા દેવા જ નથી. ‘રામે સીતાને જં ગલમાં મૂકાવી દીધી ? રામે ભારે ભૂલ કરી ! તે। સીત્તાને ય જંગલમાં મૂકાવુ પડ્યું ? બિચારી ! કેટલુ બધું દુઃખ એને ?” અસ કથા સાંભળતાં આટલે જ અટકી પડવાનુ' ને ? અલ્યા ! તને કાંઈ આમાંનુ' લાગુ થાય છે? રામે દ્રોહ કર્યા એવુ લાગે છે, પણ તે જિંદગીમાં કોઈના દ્રોહ કર્યા છે ખરા ? સીતા ‘બિચારી’ લાગી, પરંતુ તારાથી દ્રોહ પામનારા ‘બિચારા’ લાગે ખરા ? અરે ! તારી જાત કે જેને કમ ફૂટી રહયા છે, એ ‘ખિચારી’ લાગી ? લાગે તે તે શુ ચાનક ન લાગે કે તેા પછી મારે કયાં સુધી આમ કથી ચૂંટાયા કરી ‘બિચારા' બની રહેવું ? ઊઠે જીવ ઊઠે, તીથ કર ભગવાનનું શાસન મળ્યું છે, પછી શા સારૂં ચૂંટાયા કરવું ? શાસનના સહારે જ કને ફૂટી નાખીશ.' આવા કેાઈ વિચાર સ્ફુરે ખરા ? ના, કથા સાંભળી-લખી-વાંચી તે માત્ર પારકી જ વહી સાંભળી, લખી, કે વાંચી, પેાતાને અડે કે આભડે ? ના કશુ’ નહિ. આમાં પેાતાના ઉદ્ધાર શી રીતે થાય ? તે શાસ્ત્રવાંચનમાં પણ હિતની વાત કે અહિત-ત્યાગની વાત જાતમાં ન ગેાઠવતા જાય, તે શું વળે ? ย 92
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy