SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] [૧૫ લાગવાનું, વિચારવા જેવું છે કે, વાસ્તવિક ગણાય? (૧) એની પાસે મૂડી કેટલી હતી? એમાંથી કેટલું દીધું? (૨) મૂડીમાં તે એ હતું જ નહિ, પણ ભેટ આવેલું તે પણ સીધેસીધું નહિ કિંતુ મા-દીકરાના કરુણ રુદન પર બીજાઓએ એમને અનુકંપાદાન કરેલું ! (૩) આવું જિંદગીમાં કદી જોયેલું નહિ, એ દ્રવ્ય આજ પહેલી જ વાર એ જીવને જોવા મળેલું ! (૪) એમાંથી પણ દીધું કેટલું? પોતાના મનથી બધું જ ! (૫) જિંદગીમાં પતે એ વસ્તુને ભેગવટો કરેલો ખરે? ને, આજે જ એને ખરે અવસર હતો છતાં ભેગવવાનું મજા માણવાનું પડતું મૂકયું, ને દીધું! (૬) દીધું તે ધીરે ધીરે? કે એકી કલમે? “મારા લખે ૫૦ રૂ, “ના શેઠ ! એટલા જ ન ચાલે.” “સારૂં યે ત્યારે ૫૫ લખે.” “એટલા હોય? તમારા તે રૂ. ૨૦૧ લખવાના છે.” એટલા બધાની ભાવના નથી, બસ ૭૫ લખી લે. હવે બેલ જ નહિ.” આમ ચોળી ચાળીને આપેલા, ને એના બદલે એકી કલમે પહેલી જ વાર ૨૦૧ લખાવેલા, બેમાં ફરક કેટલો ? (૭) તે પણ સામાએ “કેટલા લખું ? એમ પૂછયા પછી લખાવ્યા, ને સામો પૂછતે જ નથી ને આપણે સામે જઈને લખાવ્યા, બેમાં કેટલે ફેર? (૮) શાલિભદ્રના જીવે વળી દીધું તે સામાને કરગરાવીને કે પોતે કરગરીને? તમે પાંચ હજાર આપે તે પણ સામાને કરગરાવીને ને ?
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy