SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] [ ૧૦૧ ધર્મરંગનું લક્ષણ–પ્રભાવ: વિચારવા જેવું છે કે મોટું રાજ્ય સામે આવે છે, છતાં ધર્મને રંગ કેક લગા હશે કે એનો કઈ રસ-ઉમળકે જાગતે નથી? તમને ધર્મરંગ તે લાગે છે ને ? લાગે તે હશે જ. તે વિના ધર્મ પ્રવૃત્તિ ડી જ કરતા હૈ? ત્યારે ધર્મરંગ પર હૈયું એમ કબૂલ કરે છે ખરું કે હવે એવા દુન્યવી પ્રભને દિલને ખેંચતા નથી? કરે, આ કરે. ભૂલતા નહિ વીતરાગ તીર્થકર ભગવાનને ધર્મ આરાધી રહ્યા છે. એ મુડદાલ રાખનાર ન હય, સાત્વિક બનાવનારો હોય. હૈયે ગૌરવ લાવ કે “કેવા અહોભાગ્ય મારાં કે હું વીતરાગ પરમાત્માને ધર્મ પાળી રહ્યો છું. કેટલે બધો ઊંચે કેવો વિશ્વશ્રેષ્ઠ આ ધર્મ ” આવા ગૌરવ સાથે ધર્મ આરાધતાં આરાધતાં, સત્ત્વ એ કેળવે કે જીવની જડની લલચામણુ ઘણી ઘણી ઓછી થઈ જાય. દેવલોકમાં બેઠેલા ઝળહળતા સમ્યક્ત્વવાળા દેવતાઓને રીઝવવા દેવીઓને મનામણાં કરવા પડે છે. સમ્યફત્વ ધર્મને રંગ એ કે ઈન્દ્રિયના વિષયોને એ તુચ્છ દેખે, વિષયે પ્રત્યે એવી લંપટતા નહિ, ઝટ લલચાઈ-ભાઈ વિષયેને પગે પડી જવાની કાયરતા નહિ. એ સર્વ ધર્મરંગને વરેલું હાય. મિથ્યાદષ્ટિને બિચારાને મરે ! વિષયે ને વિષયપાત્રને કરગરી પડે! મોટા દેવતા પણ દેવીઓને મનાવવા મથે ! બ્રહ્મા-વિષ્ણુ-મહેશનાં ચરિત્ર કેવા સાંભળવા મળે છે? લેક એમને પરમાત્મા માને છે. ત્યારે એની સામે એક સમ્યગ્દષ્ટિ આત્મા વિષયેની લંપટતાને મહાત કરવાનું સત્વ ધરાવે છે. આ સત્ત્વ એ વીતરાગ તીર્થકર ભગવાનના ધર્મના રંગને પ્રભાવ છે..- *
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy