SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૬ ૪૨૩ ગહુંલી કરી હોય કે, ગુરુની નાણાથી પૂજા, ગુરુપૂજાની બોલીના પૈસા જીર્ણોદ્ધારમાં ખર્ચવા જોઈએ. એવું “દ્રવ્ય સપ્તતિકા”માં સ્પષ્ટ જણાવ્યું છે. દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે. ૯. સાધારણ દ્રવ્ય આ સાધારણ ક્ષેત્રનું દ્રવ્ય ધાર્મિક રીલીજીયસ છે. સાતક્ષેત્રમાંથી કોઈપણ ક્ષેત્ર સીદાતું હોય, તો આવશ્યકતાનુસાર તે ક્ષેત્રમાં આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય, પરંતુ વ્યવસ્થાપક અથવા બીજી કોઈ વ્યક્તિ પોતાના અંગત ઉપયોગમાં આ દ્રવ્ય વાપરી શકે નહિ. - દીનદુઃખી અથવા તો કોઈપણ જન સાધારણ સર્વસામાન્ય લોકોપયોગી વ્યાવહારિક અથવા જૈનેતર ધાર્મિક કાર્યમાં આ દ્રવ્ય ખરચી શકાય નહિ. આ ખાતાનું દ્રવ્ય ચેરિટીના ઉપયોગમાં અથવા વ્યાવહારિક શિક્ષણ ખાતામાં અથવા બીજા કોઈ સાંસારિક કાર્યમાં ખર્ચી શકાય નહિ.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy