________________
પરિશિષ્ટ-૭
૩૮૫ રકમ લખાવવા તૈયાર નથી...સામે ચઢીને તો રકમ લખાવવા તૈયાર નથી પરંતુ કોઈ ટીપની વાત લઈને આવે તોય રકમ આપવા તૈયાર નથી... આવી પરિસ્થિતિમાં નૂતન જિનમંદિરો માટે કે પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે લાખો રૂપિયા કોણ આપે ?... મોંઘવારી પણ એટલી બધી જોરદાર છે કે એક નાનકડા શ્રી જિનમંદિરના નિર્માણની પાછળ પણ ૩-૪ લાખ રૂપિયા સહેજે લાગી જાય છે...! તો એક બાજું મોંઘવારી અને બીજી બાજુ ઉદારતામાં... બ્રાસ આ બંને નબળાં પાસાં વચ્ચે સુપના ઉતારવાની શરૂ થયેલી ભવ્ય પ્રથાએ હજારો જિનમંદિરો ટકાવીને માત્ર લાખો-કરોડો રૂપિયા જ બચાવી દીધા છે એમ કહેવાને બદલે એમ કહો કે અનેક આત્માઓના ભાવપ્રાણને સુરક્ષિત કરી દીધા છે..”
આજે અનેક પુણ્યાત્માઓ આ શ્રી જિનમંદિર અને જિનમૂર્તિના પરમ પાવન આલંબને પોતાના આત્માને વધુ ને વધુ નિર્મળ બનાવી રહ્યા છે... “વિષમકાળે જિનબિંબ જિનાગમ ભવિયણકે આધારા રે.” આવા મહાન આલંબનભૂત બની રહેલાં શ્રી જિનમંદિરોને સુરક્ષિત કરી દેવાનું કામ આ સુપના ઉતારવાની ઉછામણીની પ્રથાએ કર્યું છે...હા, આ સુપના ઉતારવા સિવાયની બીજી પણ પ્રતિષ્ઠા-ઉપધાન રથયાત્રાના વરઘોડા વગેરેમાં થતી ઉછામણીઓ દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરે જ છે. પરંતુ સુપના ઉતારવાની ઉછામણીમાં થતી ઉપજની અપેક્ષાએ એ ઉપજ ઓછી હોય છે. આખા હિંદુસ્તાનમાં ખાલી ભાદરવા સુદ-૧ની વીર પ્રભુના જન્મવાંચન વખતે સુપનાની થતી ઉછામણીની ઉપજ ગણો ને તોય તેની રકમ કદાચ ૪-૫ કરોડ રૂપિયા જેટલી થતી હશે...દર વરસે ઉત્પન્ન થતી આટલી રકમમાં સેંકડો જિનમંદિરો સુરક્ષિત થઈ જતાં હોય તેમાં શું આશ્ચર્ય?...પરંતુ આ ઉછામણીની પ્રથા ન હોત તો શું દર વરસે ૪-૫ કરોડ જેટલા રૂપિયા મંદિરોના નિર્માણ માટે કે જીર્ણોદ્ધાર માટે મળતા ખરા?...બહુ મુશ્કેલ વાત હતી. પણ આજે આપણી સામે એ મુશ્કેલી નથી તેનું કારણ આ ઉછામણી વગેરેની ભવ્ય પ્રથા છે... સાધારણ ખાતા માટે શું?
આમ અત્યારે દેવદ્રવ્યની ઉપજ માટે અતિ ચિંતા કરવી પડે તેવી સ્થિતિ નથી પરંતુ પ્રત્યેક સંઘમાં જણાતી સાધારણ ખાતાની વર્તમાન પરિસ્થિતિ અનેક પ્રકારની