________________
પરિશિષ્ટ-૭ સ્વપ્નાની ઉછામણી શા માટે?
- લેખક:-મુનિશ્રી રત્નસુંદર વિ. [નોંધ: મુનિશ્રીએ (હાલ આચાર્યશ્રીએ) વર્ષો પૂર્વે પોતાના “મનવા જીવન પંથ ઉજાળ” પુસ્તકમાં સ્વપ્નાની ઉછામણી શા માટે? તે વિષયને ખૂબ સારી રીતે સ્પષ્ટ કર્યો છે. તેમનો સ્પષ્ટ અભિપ્રાય છે કે, સ્વપ્નાની ઉછામણીની પ્રથા દેવદ્રવ્યની વૃદ્ધિ માટે અને તેના દ્વારા જિનાલયો અને જિનમૂર્તિઓની રક્ષા માટે સુવિહિત મહાપુરુષોએ ચાલુ કરી હતી. તેમના એ અભિપ્રાયથી આપોઆપ “ઉછામણીઓ શિથીલાચારીઓની આચારણા છે કે કુસંપના નિવારણ માટે ચાલું થઈ છે કે શાસ્ત્રોક્ત નથી” વગેરે વગેરે વાતોને રદીયો અપાઈ ગયો છે.]
સાધારણ ખાતાની વાત જ નીકળી છે તો તે અંગે થોડી બીજી પણ વાતો કરી લઈએ...પૂર્વાચાર્યોએ સુપના ઉતારવાની પ્રથા દાખલ કરીને ખરેખર ! આપણા પર એક જબરદસ્ત ઉપકાર કર્યો છે...
એક કાળ એવો હતો કે સુખી શ્રાવકો લાખો રૂપિયાના ખર્ચે પોતાનાં જિનમંદિરો ઊભાં કરતા હતા...પણ પછી કાળ પડતો ચાલ્યો...ઉદારતા ઘટી...પૂર્વ પુરુષો ઊભાં કરી ગયેલાં મંદિરોતેતે કાળના સંઘના હાથમાં આવ્યાં...એ મંદિરો સેંકડો-હજારો વરસો સુધી ખૂબ વ્યવસ્થિત રીતે સચવાઈ રહે તે માટે પૂજનીય પૂર્વાચાર્યોએ પરમાત્માની માતાને આવતાં ૧૪ સ્વપ્નોના પ્રતીકરૂપે સુપના ઉતારવાની પ્રથા દાખલ કરી...એ સુપના ઉતારવા માટે સંપત્તિની ઉછામણીનું માધ્યમ નક્કી થયું...એ માધ્યમના અમલથી આજે હિંદુસ્તાન ભરના હજારો જિનમંદિરો ખૂબ સારી સ્થિતિમાં ટકી રહ્યાં છે...
જો આ પ્રથા દાખલ ન થઈ હોત તો? એના પરિણામની કલ્પના કરવી જ મુશ્કેલ છે.કદાચ લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલાં એ નયનરમ્ય મંદિરો, આજે બિસ્માર હાલતમાં ઊભાં હોત.આવી કલ્પના કરવાનું કારણ એ છે કે, આજે મોટા ભાગનો વર્ગ ઉછામણી વિના ચાલું સ્થિતિમાં કોઈ પણ ખાતામાં