________________
પરિશિષ્ટ-૩
૩૫૩ જગતમાં બેજોડ છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ જે તીર્થો અને મંદિરો ન બની શકે તેવાં તીર્થો અને મંદિરોની મરામત પાછળ લાખો રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એકેકા તીર્થ પાછળ ૧૫ થી ૨૫ લાખ રૂપિયા લગાડીને તે તીર્થને સેંકડો વર્ષો સુધી ફરી જોવું ન પડે તેવું ગૌરવ આપે છે.
આ સઘળી સંપત્તિ વ્યક્તિગત દાનનું પરિણામ નથી. એમાં વળી આજે તો દાનનો પ્રવાહ સ્કૂલ, કૉલેજ, હૉસ્પિટલો અને અનાથાશ્રમો આદિ તરફ ૯૦ ટકા જેટલો વળી ગયો છે. જો ઉછામણીની વ્યવસ્થા મહાપુરુષો કરી ગયા ન હોત તો સેંકડો જિનમંદિરો ખંડિયેર બની ગયાં હોત ! એમની રક્ષા કાજે ઉછામણીનું માધ્યમ બદલવાનો વિચાર પણ ન કરવો ઘટે.
હવે રહી ગરીબોના ધર્મની વાત. ધર્મના અનેક પ્રકાર છે. દાનથી જ ધર્મ થાય એવું કાંઈ નથી. જેની પાસે વિશિષ્ટ ધન નથી તેઓ શીલ પાળીને, તપ તપીને, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણાદિ કરીને પણ ધનવ્યયવિનાના ધર્મો કયાં નથી કરી શકતા? અને દાનીઓના દાનની અનુમોદનાનો ઉત્કૃષ્ટ ધર્મ પણ કયાં નથી થઈ શકતો? સર્વ જીવોની હિતચિંતાની ભાવના અને સર્વના સુખનો ભાવ ભાવધર્મરૂપે કયાં નથી સ્પર્શી શકાતો?
ધનના માધ્યમથી ઉછામણીના દાનધર્મો ભલે તે શ્રીમંતો માટે રહ્યા. એમની ધનમૂચ્છના વિષને ઉતારવા માટે આ અજોડ નોળવેલ છે. જો તે મૂચ્છ ન ઊતરે તો એ બિચારાઓની કેવી દુર્ગતિ થાય એ પણ વિચારવું. સામાયિક, મૌન કે જાપના માધ્યમની ઉછામણી શરૂ કરશો તો એ શ્રીમંતો પણ એ જ માધ્યમને પકડી લેશે, પછી ધનનો ભોરીંગ નાગ એમના આત્માને કેવો ડંખશે?
શાસ્ત્રકાર પરમર્ષિઓએ એમની પણ દયા વિચારી છે. તપ વગેરે અન્ય ધર્મોના આયોજનથી અન્યની પણ કરુણા વિચારી છે. હવે સહુએ પોતાના અધિકાર મુજબનો ધર્મ આરાધવો ઘટે.
(B) વિશ્વશાન્તિનો મૂલાધાર, ભાગ-૩
(નોંધઃ પં.શ્રી ચંદ્રશેખરવિ.ગણીએ વિ.સં. ૨૦૪૪ પૂર્વે પોતાના “વિશ્વશાંતિનો મૂલાધાર ભાગ-૩” પુસ્તકમાં સ્વપ્નાદિકની ઉછામણીની રકમને “જીર્ણોદ્ધારમાં જવા યોગ્ય