________________
૮૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૩) પર્યુષણ પર્વના આઠ દિવસોમાંના પહેલા ત્રણ દિવસનાં અષ્ટાહ્નિકા પ્રવચનોની પૂર્વભૂમિકારૂપે લખાયેલ પુસ્તક જૈન ધર્મના મર્મો'માં પેજ ૧૧૬ ઉપર પૂજ્ય પંન્યાસજી શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર લખે છે કે,
ધનની મૂચ્છ ઉતારવા માટે જિનપૂજા છે. જિનપૂજામાં વપરાતાં બધાં દ્રવ્યો છતી શક્તિએ પોતાનાં જ વપરાય. વરખ, કેસર, ચંદન, અગરબત્તી, ઘી, ફૂલ પોતાના ધનથી ખરીદી કરેલાં વપરાય. જિનપૂજા ધન પર મૂચ્છ ઉતારવા માટે છે, આ જ જિનપૂજાનું હાર્દ છે. અન્યના ખર્ચે કે દેરાસરના ખર્ચે મેળવેલ પૂજાદ્રવ્ય તમે વાપરો તો તમારી મૂર્છા તો ઊભી જ રહી ગઈને? પૂજા કાયમ રાખી પણ મૂર્છા રહી કારણ કે તેનું જે હાર્દ છે કે દ્રવ્યો પોતાનાં જ વાપરીને મૂચ્છ ઉતારવી, તે નષ્ટ થયું.” (આ પુસ્તક વિ.સં. ૨૦૩૩માં પ્રકાશિત થયેલ છે.)
(૪) “આંધી આવી રહી છે” આવી આગાહી કરી શ્રીસંઘને ચેતવનારા જ સ્વયં આંધી બનીને આવશે તેની કોને ખબર હતી ! વિધિની વક્રતા નહીં તો શું! નિયતિ બળવાન છે !!! સાચું ને!
(૩) મુનિ જયસુંદર વિ.મ.સા. (હાલ આચાર્યશ્રી)નો અભિપ્રાય -
xxx દેવદ્રવ્ય :- વર્તમાનકાળમાં જેને “દેવદ્રવ્ય' કહેવામાં આવે છે, તે જિનમૂર્તિ અને જિનમંદિર આ બે ક્ષેત્રોનું ભેગું દ્રવ્ય છે. અર્થાત્ યોગ્ય રીતે બે જ ક્ષેત્રમાં તે દ્રવ્ય ખરચી શકાય છે. xxxx
xx પ્રશ્ન : વળી, આ પણ સમજી રાખો કે, પવિત્ર દેવદ્રવ્યનો ઉપયોગ શ્રીજિનમૂર્તિ અને જિનમંદિરને લગતા શાસ્ત્રીય કાર્યોમાં જ થઈ શકે બીજા કાર્યોમાં કદાપિ થઈ શકે નહિ. xxx
xx ઉત્તર - જુઓ! તમે દેવદ્રવ્ય તરફ નજર કરશો નહીં. કટોકટીની સ્થિતિમાં તીર્થ વગેરેમાં બીજું કોઈ સાધન ન હોય ત્યારે ભગવાન અપૂજ ન રહે એ માટે કે બીજા કોઈ સંયોગોમાં દેવદ્રવ્યના કેસર-સુખડથી પૂજા થાય છે, તે એક અલગ વાત છે, તમારામાંના ઘણા બધા સુખી અને સંપન સારી નોંધપાત્ર સ્થિતિવાળા છે. તેમજ