________________
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? ને? લોકોએ જે ધન આવા ખાતાઓમાં આપ્યું તે ધન, ધર્માદાનું તો કહેવાય જ ને?
હવે હું પૂછું છું કે તો પછી શું આ બધા ખાતાઓ અને તેની વસ્તુઓનો “મફત” માં ઉપયોગ થઈ શકે ખરો? આયંબિલખાતામાં જઈને મફત વાપરી શકાય ખરું? દેરાસરનું ધર્માદાનું કેસર વગેરે કાંઈ પણ ઉપયોગમાં લઈ શકાય?
પાંચ રૂપિયા દર વર્ષે તમે કેસર-લાગો ભરો છો એ વાત મારી જાણ બહાર નથી પણ તેની સામે ધર્મસ્થાનોની ૪૦ રૂા. જેટલી વસ્તુઓ વાપરો તે શું જરાય ઉચિત છે? યાદ રાખજો કે જો આ રીતે “મફતીઆ” ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તો દરેક ખાતાઓમાં પડતા તોટા પૂરા કરતાં જે વર્ષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીના પગાર વગેરે ચાલુ થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે.”
ટિપ્પણી - (૧) સમાપન કરતાં લખેલા તેમના શબ્દો જ ફરી એકવાર સ્વસ્થચિત્તે જોઈ જવા જેવા છે. અંતિમ ફકરામાં લેખકશ્રી લખે છે “પાંચ રૂપિયા દર વર્ષે તમે કેસર-લાગો ભરો છો એ વાત મારી જાણ બહાર નથી, પણ તેની સામે ધર્મસ્થાનોની ૪૦ રૂ. જેટલી વસ્તુઓ વાપરો તે શું જરાય ઉચિત છે? યાદ રાખજો કે જો આ રીતે “મફત” ધર્મની વૃત્તિ વ્યાપક બનશે તો દરેક ખાતાંઓમાં પડતા તોટા પૂરા કરતાં જે વર્ષે થાકી જવાશે તે વખતે દેવદ્રવ્યોમાંથી પૂજારીના પગાર વગેરે ચાલુ થઈ જશે. ધર્માદાનું મફત વાપરનારો આ રીતે અંતે તો દેવદ્રવ્યના ભક્ષણનો જ ભાગી બનશે.”
– અહીં ઉલ્લેખનીય છે કે, પ્રતિપક્ષના વિચારોનું આવેગપૂર્વક ખંડન કરનારા લેખકશ્રી એક વખત પ્રતિપક્ષના વિચારો કરતાં પણ એક ડગલું આગળ વધી દેવદ્રવ્યમાંથી પૂજારીના પગાર, કેસર વગેરેમાં વાપરનારને દેવદ્રવ્યના ભક્ષણના ભાગી' કહેવા સુધી પહોંચી જાય છે.
(૨) વર્તમાન વિવાદમાં પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિવરના વિ.સં. ૨૦૨૯ની સંવત્સરીના દિવસે બહાર પડેલ આ લખાણને તેમનો સમુદાય અનુસરવાનું કામ કરે, તો સમસ્ત શ્રી સંઘમાં ઉઠેલી કમનસીબ વિવાદની આ આંધી આજે જ શમી જાય તેવી છે.