________________
પ્રકરણ - ૩ : વિવાદાસ્પદ મુદ્દાઓ ઃ અનેક પ્રશ્નો :
પૂર્વના પ્રકરણમાં દેવદ્રવ્ય સામાન્ય, પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્ય અને તેના બે-ત્રણ તેમજ વિવિધ પ્રકારનું સ્વરૂપ જોયું અને તેના સદુપયોગ માટેની શાસ્ત્રાનુસારી પરંપરા વિચારી. સાથે સાથે અવસરે અવસરે પૂ.આચાર્ય ભગવંતોએ જરૂરીયાત જણાઈ ત્યારે અધિકૃત રીતે શ્રમણસંમેલનો ભરી શાસ્ત્રાધારે ચર્ચા-વિચારણા કરીને શાસ્ત્રાનુસારી પરંપરાને પુષ્ટિ મળે એવા સર્વસંમતિથી ઠરાવો કર્યા અને તેના દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષાના માર્ગો સુનિશ્ચિત કર્યા, એ વિગત પણ વિસ્તારથી જોઈ. કેટલાકોની નજર સ્વપ્નદ્રવ્ય પર બગડેલી હોવા છતાં તત્કાલીન મોટાભાગના મહાપુરુષોના સવેળાના શાસ્ત્રીય માર્ગદર્શનથી વિ.સં. ૨૦૪૪ સુધી બહુલતયા તપાગચ્છમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય વિષયક વિચારધારામાં વિસંવાદ નહોતો. પરંતુ ૨૦૪૪’ના મર્યાદિત સંમેલને કરેલા અનધિકૃત ઠરાવોથી વિસંવાદો-વિષમતાઓ ઊભી થઈ હતી. તે આજ પર્યન્ત શમી નથી. ત્યાંથી માંડીને આજ સુધીમાં અનેક પ્રકારના કુતર્કો ઊભા કરીને યેન કેન પ્રકારે ૨૦૪૪ના સંમેલનના શાસ્ત્રપરંપરાથી વિરુદ્ધ ઠરાવોનો અમલ કરાવવાની પેરવી થતી રહી છે. કુતર્કો વધવાના કારણે વિવાદાસ્પદ મુદ્દાઓની સંખ્યા પણ વધી ગઈ છે. તે તમામની વિચારણા અહીં કરી લેવી છે. આ વિષયમાં સામાન્યથી નીચેના પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે –
(૧) શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
(૧/૧) દેવદ્રવ્ય સામાન્યથી (અર્થાત્ પૂર્વનિર્દિષ્ટ પેટાભેદોનો વિચાર કર્યા વિના દેવદ્રવ્ય સામાન્યથી) પણ શ્રાવક પૂજા કરી શકે કે નહીં? (૧/૨) શ્રાવક પૂજાદેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં ? (૧/૩) શ્રાવક કલ્પિત દેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં ? (૧/૪) શ્રાવક નિર્માલ્ય દેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં ? (૧/૫) શ્રાવક વર્તમાનમાં શુદ્ધ-પ્રસિદ્ધ એવા દેવદ્રવ્યથી પ્રભુપૂજા કરી