SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એકે સામેને પ્રચંડ પડકાર છે! કોઈ દરદી આવા રોગમાં આવી રીતે જીવી શકે જ નહિ, આ વિભૂતિ એના પિતાના સંયમ–પ્રભાવથી જ જીવી રહી છે. દિવસે દિવસે વધતી જતી અસ્વસ્થતા જોઈને આશ્ચર્ય ચકિત બનતા ડોકટરે એમનું આરોગ્ય તે ન સુધારી શકતા, પણ એ ડોકટરો પોતે જરૂર ધર્મ–આરોગ્ય પામી જતા ! માંદગીના સમય દરમિયાન એમના પરિચયમાં આવેલાં સેંકડો ડોકટર પર જે ધર્મ – છાયા ફરી વળી, એ આ વાતની પ્રતીતિ કરાવે છે. મૃત્યુ જ્યારે સમાધિમય બનવાનું હોય છે, ત્યારે એને અનુરૂપ કેવા જોગાનુજોગ રચાઈ જતા હોય છે–એની પ્રતીતિ છેલ્લું ચાતુર્માસ કરાવી જાય એમ છે. ગુજ્ઞા પામીને એઓશ્રી પિંડવાડાથી પાટણ આવ્યા. પૂ. આ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની પુણ્ય-નિશ્રા એઓશો ચાર મહિના સુધી પામી શક્યા. ત્યારબાદ છેલ્લે–છેલ્લે ફાગણ મહિનામાં ત્રણ દિવસની ગુરૂ–નિશ્રા મેળવવા એઓશ્રી બડભાગી બન્યા ! મૃત્યુ-સમયના ઘડી-પળ પણ કેવા ધર્મસભર! વૈશાખ સુખ ૧૪ ! અને પાક્ષિક–પ્રતિક્રમણ પછીને ૮-૧૦ ને સમય ! આમ, એઓશ્રી સાધનાસભર જીવન જીવી ગયા, તે એના ફળ રૂપે સમાધિસભર મૃત્યુને મહોત્સવ માણી શક્યા ! જીવનથી સંયમ અને સરસ્વતીની સુવાસ ફેલાવનારા અને મૃત્યુથી “વ્યાધિમાં સમાધિ'ના આદર્શને અજવાળી જનારા પૂજ્ય પંન્યાસજી મહારાજ વિ. સં. ૧૯૫૯ના માગસર સુદ ત્રીજે પાટણની ધમ-ધરા પર જન્મવાનું બડભાગ્ય લઈને આવ્યા હતા. ભાવિ-લક્ષણને અનુરૂપ “ભગવાનદાસનું યથાર્થ નામાભિધાન એ પામ્યા. એમના પિતા શ્રી હાલાભાઈ મગનભાઈની વ્યાપાર ભૂમિ મુંબઈ હોવાથી ભગવાનદાસને ઘણે ખરે જીવન-ઉછેર મુંબઈમાં જ થયે. ૧૬ વર્ષની વયે મેટ્રિકને અભ્યાસ પૂર્ણ થયો. સાથે સાથે ધર્મ સંસ્કાર પણ વધતા જ રહ્યા. પૂર્વજન્મની પુણ્ય કમાણીની પ્રતીતિ કરાવતા જીવનના સ્વામી ભગવાનદાસભાઈ અનિચ્છાએ લગ્નગ્રંથિથી બંધાયા. પણ ગગનમાં મુક્તવિહારનું ભાગ્ય ધરાવતું એમનું અંતર તે મુક્તિના સ્વપ્નો જોવામાં જ ચકચૂર હતું. સં. ૧૮૮૫ માં સકલાગમ રહસ્યવેદી પૂ. આ. વિજય દાન સૂરીશ્વરજી મહારાજા સપરિવાર મુંબઈ પધાર્યા અને પૂ. મુનિરાજ શ્રી રામ વિજ્યજી મહારાજની જેશીલી ધર્મવાણી ભગવાનદાસભાઈ માટે ભૂખ્યાને ભાવતા ભેજનની ગરજ સારી ગઈ. જીવનના વહેણને આધ્યાત્મિકતા ભણું મોડ આપવામાં આ સત્સંગનો પ્રભાવ દિવસે-દિવસે વધુ વધુ સફળ નીવડે. અને શ્રાવકાવસ્થામાંય એમને પરમ શ્રદધેય આદરણીય જેવા ભાવે જોતે અને એમની સૂચનાનુસાર ધાર્મિક
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy