SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વરસાવતી મુખ મુદ્રા, ઊંડા ચિંતન-મનનની અનુપ્રેક્ષા–પ્રિયતા, નમસ્કાર-નિષ્ઠા, ભગવદ્ ભક્તિ આદિની અનેકાનેક સગુણ સરિતાઓ સંગમ સાધતી જોવા મળશે. અને એના ખળભળાટમાંર્થી સરજાતા મહાગાનને સાંભળવા કાન સરવા કરીશું તેજસ્ટમણે નવકારે સંસારે તસ્સ કિં કુણઈ શિવમસ્તુસર્વજગત, મિત્તિએ સવ્વભૂસુ અને ખામેમિ સવજીવે જેવા કેટલાંય સાધના ગીતેનાં રહસ્યાર્થી મિત્તિએ પડશે માડતા સંભળાશે. મન એમનું મંત્રી અને મહામંત્ર પરના મનનથી મંજાયેલું હતું. ચિત્ત એમનું ચારિત્રથી ચેપ્યું હતું. તન એમનું તપનો તાજગીથી તરવરાટ અનુભવતું હતું. જીવન એમનું જપની જ્યોતથી ઝળહળતું હતું. મુખ એમનું માધુર્યથી મનહર હતું હાસ્ય એમનું રહસ્યભર્યું હતું તે બોલવું એમનું તત્વ ભર્યું હતું. વાણી એમની વેધક હતી, તો મૌન પણ એમનું કંઈ ઓછું અસરકારક નહોતું. આવી એક-એકથી અધિકી અજોડતાઓના અવતાર સમા પૂ. પંન્યાસજી મહારાજ જેન–સંઘમાં સહુ કોઈના હૈયામાં સ્થાન-માન પામી ચૂક્યા. એના મૂળમાં વાત્સલ્યભાવથી પવિત્ર એમનું ચારિત્ર હતું. . પંન્યાસજી મહારાજ આટલા જ શબ્દો કાને અથડાતાની સાથે જ, આંખ આગળ વિશિષ્ટ–પ્રકારની સ્તુતિઓ સાથે સંકળાયેલ આકૃતિ, પ્રકૃતિ, અને કૃતિનો એક ત્રિભેટ ખડો થઈ જાય છે. એ આકૃતિમાંથી–સ્મિત રેલાવતા, ધર્મને લાભ ઇચ્છતા, શાંતિથી છલબલતા અને નખથી શિખ સુધી યોગીપણાના ચિહેથી પવિત્ર એક દેહાકારનું દર્શન મળે છે. એ પ્રકૃતિમાંથી આગને બાગમાં પલટાવતા, વિરોધને વિનયનું રૂપાંતર આપતા અને વાતાવરણને વા:સલ્યથી ભરી દેતા, હિમશિલા જેવા શીતલ સ્વભાવના પ્રભાવની સ્મૃતિ સજાગ થાય છે. અને એ કૃતિમાંથી અનુપ્રેક્ષાના અજવાળા વેરતી, મનનની માધુર રેલાવતી અને ચિંતનની ચાંદનીના ચમકારા પાથરતી–મહામંત્ર, પૌત્રો તેમજ ભગવદ્ ભક્તિના વિષયને ચર્ચતો અનેકાનેક વિદ્વદુ ભોગ્ય કૃતિઓ આંખ સામે તરવરી ઉઠે છે. આમ, આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી અને કૃતિથી કામણગારા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભકર વિજયજી ગણિવર પિતાની અનેક 'વિરલતાઓથી જેન જગતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય, એવા કેટલાંય પ્રકરણે ઉમેરીને, એ ઇતિહાસને ગૌરવ અપાવી ગયા. આવા ઇતિહાસ–સર્જક આ યુગના યોગીના પુનર્દર્શન માટે હવે તે યુગો સુધી પ્રતીક્ષા જ કરવી રહીને ? ૫. ગણિવર્ય શ્રી પૂર્ણચંદ્ર વિજ્યજી
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy