SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૬) છે. મહાવીરના ધર્મના અનુયાયીની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ તે એ છે કે અનેક જેનો હિંદુ થઈ જાય છે. લોક જૈન ધર્મના સિદ્ધાન્તોનું સાચું સ્વરૂપ બહુ ઓછું જાણે છે, અને ધર્મના ગ્રન્થ તથા બીજા પ્રમાણભૂત ગ્રન્થનું વાચન તો વળી એથી ઓછું કરે છે. જૈનધર્મની અને હિંદુધર્મની કેટલીક ધર્મકિયાઓ અને દેહ તથા આત્મા, પુનર્જન્મ અને કર્મ આદિ ઉપરના સિદ્ધાન્તો સહેજસાજ ભેદ બાદ કરતાં લગભગ સરખા જ છે, ત્યારે જૈન હાઈએ તે ય શું ને ન હોઈએ તે ય શું. એમ પણ ઘણા માને છે. હિન્દુ આચાર વિચારને સ્વીકાર કરવાથી, વળી હિન્દુ દેવતાઓની પૂજાને પણ સ્વીકાર કરવાથી અને તેમનાં પર્વો પાળવાથી બ્રાહ્મણોના અને જૈન મુનિઓના ધર્મ વચ્ચેના ભેદની રેખા ધીરે ધીરે ઝાંખી થતી જાય છે. અને તેથી અનેક જૈનોની ધર્મભેદની લાગણી નરમ પડતી જાય છે ને વસ્તિપત્રકને પ્રસંગે પોતાને જેન નહિ, પણ હિન્દુ લખાવે છે. ભારતવર્ષનાં છેલ્લાં કેટલાંક વસ્તિપત્રકના આંકડા નીચે આપ્યા છે તે ઉપરથી આ રીતે જૈનોની વસ્તિ કેટલી ઝડપે ઘટતી જતી જાય છે તે જણાશે. ૧૮૯૧ ૧૪ ૧૬ ૬૩૮ જેનો ૧૯૦૧ ૧૩ ૩૪ ૧૪૮ ૧૯૧૧ ૧૨ ૪૮ ૧૮૨ , ૧૯૨૧ ૧૧ ૭૮ ૫૯૬ ,, ૬૧ પ્રથમ સાધુઓએ અને ત્યારપછી છેલ્લા જમાનામાં શ્રાવકેએ પણ જૈનધર્મની આ અવનતિ અટકાવવાના પ્રયત્ન કરવા માંડ્યા છે. આગળ જણાવેલા યશોવિજયને માગે અનુસરનારા વિદયાનન્દ આ દિશાએ પ્રયત્ન કરનાર શ્વેતામ્બર સાધુઓમાં મુખ્ય હતા. તે માત્માનીને (૧૮૩૭–૧૮૭) નામે પ્રસિદ્ધ છે, એમણે પોતાના સંઘમાં કઠેર નિયમન પાછું પ્રવર્તાવ્યું છે. એટલું જ નહિ સાથે સાથે સાહિત્યપ્રદેશમાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. એમણે લેકશૈલીમાં અનેક ગ્રન્થો લખ્યા છે, અને એમ કરીને જેન સિધ્ધાજોના પ્રચારનું ક્ષેત્ર વિશાળ કર્યું છે. આપણું સમયમાં આચાર્ય
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy