SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) થતા હતા. ચાતુર્માસ સિવાયની બીજી ઋતુમાં એક સ્થાને લાંબા વખત સુધી રહેવાને જે નિષેધ હતું, તેનું ઉત્થાપન થયું હતું. શહૂનું વ્રત બરાબર પળાતું નહોતું, સાધુઓ અનેકવાર સંસારના મેહમાં તણુતા, મન્દિરે કબજે કરી બેસતા અને પિતાની ધાર્મિક ફરજો ચૂકતા. ઘણા ય ઉપાશ્રયની ગણધર શંરવાની અને બીજા હિન્દ આચાર્યોની પેઠે હાથીએ અને સુખપાલેએ ચઢીને વિહરતા, અનુચરે અને સેવકે રાખતા અને શ્રાવકશિ તરફથી દાનનું અતલ ધન વિલાસમાં ઉડાવતા. આ સ્થિતિની સામે વિરોધ કરવાને પ્રયત્ન અનેક , અન્તર્દર્શી નેતાઓએ કરેલે, પણ એમને જોઈએ એટલા અનુયાયીઓ નહિ મળેલા. ૧૭ માં સૈકામાં ગુજરાતના શ્વેતામ્બરમાં જડવાદ બહુ ભરાઈ ગયેલું જણાય છે, એથી સામાન્ય રીતે સર્વત્ર શિથિલતા અને નિરંકુશતા વ્યાપી ગઈ. ઉંચી ભાવનાએ અને શુદ્ધ ધર્મ પ્રેરાયેલા પુરૂએ પિતાના શિષ્યનાં સબળ દળ બાંધ્યાં અને તેમણે સાધુજીવનની ઉચ્ચ ભાવનાઓ પાછી લાવવાના પ્રયત્ન કર્યા. પ્રાચીન અને સૂક્ષ્મ સાધુવ્રતને ફરી સ્થાપવા જે પુરૂષોએ સબળ પ્રયત્ન કર્યો, તેમાં આ મુખ્ય છે. કાનન્દઘન, સત્યવિચ, વિનયવિનય અને યશોવિગચ (૧૬૨૪-૧૬૮૮). છેલ્લા બેએ તે ગ્રન્થ લખીને પણ પિતાના પ્રયાસ અનેક રીતે સફળ કર્યા. વિનયવિજયે પ્રારા લખે ને તેમાં જૈનધર્મના સર્વે વિષયના સિદ્ધાન્તને સમાવેશ કર્યો. યશેવિજયે ગુજરાતીમાં અને સંસ્કૃતમાં એક ગ્રન્થ લખીને નામના કાઢી. આ આચાર્યોને અનુસરનારા સાધુઓએ કેશરીઆ વસ્ત્ર પહેર્યા ને એ રીતે વેત વસ્ત્ર પહેરનારથી જુદા પડ્યા. આજે પણ એ સંવેળી સમ્પ્રદાયને સંઘ છે અને પિતાની આદર્શ જીવનચર્યાને કારણે અત્યન્ત માન પામે છે. તેવી જ રીતે દિગમ્બરમાં પણ અનેક ફેરફાર થઈ ગયા છે. સાધુઓએ દિગમ્બર રહેવું એવું પ્રખર શાસન ઈ. સ. ના પહેલી સહસ્ત્રાબ્દિના છેલ્લા સૈકાઓમાં શિથિલ થઈ ગયું હતું, એમ એ સમયના લેખકેની સદ્ધ ફરિયાદ ઉપરથી જણાઈ આવે છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy