SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫૮) યજ્ઞની વિરૂદ્ધ અહિંસાની ભાવના તીવ્રભાવે જે ઉભી થઈ અને ખાસ કરીને વૈષ્ણવધર્મમાં અન્નાહારની ભાવનાએ જે જડ ઘાલી તે દ્ધધર્મની અને જૈનધર્મની ભાવનાને જ પરિણામે કહી શકાય. વૈષ્ણવધર્મ ઉપર જૈનધર્મે બીજી પણ ઘણી રીતે અસર કરી છે. જિન વિષ્ણુને અવતાર મનાય છે, વિષ્ણુએ ગષભરૂપે આહંતુ શાસ્ત્ર પ્રકટ કર્યું એમ પદ્વતંત્ર: ૧,૧૪૪થી લખ્યું છે. ભાગવત પુરાણ ૫, ૩ થી અને ૧૧, ૨ માં તેમજ વૈણના બીજા ધર્મગ્રન્થમાં તેવી જ રીતે ઋષભને વિષણુના અવતાર માન્યા છે. તેમાં કાષભના ચરિત વિષે જે કથા આપી છે, તે જૈન કથા સાથે થડે જ અંશે મળતી આવે છે, પણ બાષભની કથા વૈષ્ણવધર્મના ગ્રન્થમાં આવે એ જ હકીકત મહત્વની ગણાય.૧૦ વૈષ્ણનાં દાર્શ નિક સમ્પ્રદાયમાં ખાસ કરીને મધ્વના (ઈ. સ. ૧૧૯–૧૨૭૮) બ્રહ્મા સમ્પ્રદાયમાં જૈન ધર્મની છાયા સ્પષ્ટ દેખાય છે, આ હકીકત તુરત જ સાબીત થઈ શકે તેમ છે કે દક્ષિણ કાનડામાં મધ્ય રહે ને અનેક સૈકાથી જૈનધર્મ ત્યાં મુખ્યધર્મ હતે, માટે તે ધર્મની છાપ મધ્વના સમ્પ્રદાય ઉપર છે. “વિષ્ણુધર્મનું મક્વ દર્શન ( Madhvas Philosophic des Vishnu Glanbens ) " Hall મારા ગ્રન્થમાં પૃષ્ઠ ૨૭, ૩૧ ઉપર મેં જણાવ્યું છે કે પ્રારબ્ધ વાદ, શ્રેણિઓ વગેરે મધ્યના સિદ્ધાન્ત તે જૈનધર્મને આધારે ઘડાયા હોય એમાં કશું અસંભવિત નથી. શૈવ સમ્પ્રદાય ઉપર પણ જૈનધર્મની છાપ પર્વ છે. જી. યુ. પિપ અનુમાન કરે છે કે જીવના શુદ્ધ સ્વરૂપને આવરણ દેનાર ત્રણ પાશને અથવા મલને શૈવ સિદ્ધાન્ત જૈનસિદ્ધાન્તને આધારે હોય. એ સંશોધક જ્યારે પિતાના અનુમાનની વિગતેમાં ઉતરે છે ત્યારે તેનામાં જૈનધર્મ વિષેનું ઉંડું ને સાચું જ્ઞાન નથી એમ જણાઈ આવે છે, છતાંયે આનવ-કર્મ–અને માયા-મલને સિદ્ધાન્ત જૈનોના કર્મસિદ્ધાન્તને આધારે પ્રકટ થયે હેય એ વાતને અવગણું શકાય એવી નથી; છતાં એને વિષે કંઈક સ્પષ્ટ નિર્ણય ઉપર આવવાને માટે વધારે સંશોધનની અપેક્ષા છે, લિંગાયતેના ધર્મ-કર્મ ઉપર પણ જેનધમ ની અસર હોવાનો સંભવ છે, પરંતુ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy