SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) લીધી છે અને તેમને પોતાની ભાવનાએ ઘી છે. આ વાત. તેઓ તો સ્વાભાવિક રીતે જ સ્વીકારતા નથી, પણ એમણે એ કથાઓને જે સ્વરૂપે ઘડી કાઢી છે, તે સ્વરૂપ ઉપરથી જ સમજાઈ આવે છે કે તેમની કથાઓ બનાવટી છે ને સાચી તેમજ પ્રમાણભૂત કથાઓ બ્રાહ્મણની છે. ( આ ગ્રંથકર્તાની માન્યતા માત્ર છે). વળી જે વિવિધ સિદ્ધાન્ત, મન્તવ્ય, ઉપદેશે અને રિવાજે આજે જેનો પિતાના માની રહ્યા છે, તેમાંના અનેક હિંદુઓની સાથે એકસરખા છે. આ બધા ઉપરથી જેનો એ દા કરે છે કે અમારે ધર્મ પ્રાચીન છે, ને તેમાંથી જ હિન્દુ ધર્મ નીકળે છે. આ દવે કરવાના પ્રાચીન પૂરા તેઓ આપે છે ને કહે છે કે પ્રાચીન ઇતિહાસમાં એમ લખ્યું છે કે ભરતે પ્રકટ કરેલા સત્યવેદની ભાવના ભૂલ્યું એટલે મનુષ્ય 'મિથ્યાત્વમાં પડ્યો અને પશુયજ્ઞ કરતે થયો. આ દવે આજે પણ જેન દાર્શનિકે કરે છે અને ચમ્પતરાય જેન લખે છે કે “ હિન્દુ ધર્મ મૂળથી જ જૈનધર્મની શાખા હતી. ” આવા દાવાને ઈતિહાસને કશેય આધાર નથી, એ દાવે જેનો સિવાય બીજું કઈ માનતું નથી, પણ એ વાત છેક કાઢી નાખવા જેવી નથી. કારણકે જૈનધર્મે હિન્દુ ધર્મ ઉપર બેશક અનેક વિષયમાં છાપ પાડી છે. હિન્દુઓના અતિપ્રાચીન ધસંગ્રન્થમાં-ઉપનિષદમાં, રામાયણ, મહાભારતમાં અને બીજા ગ્રન્થમાં જૈન ભાવનાનાં ચિહ્ન હોય એ કેવળ સંભવિત છે; પણ એ વિષયમાં સંશોધન હજી એટલું ઓછું થયું છે કે સ્પષ્ટતાએ કહ્યું કહી શકાય એમ નથી. મંડુક ઉપનિષદુ અને જૈન ધર્મ વચ્ચે નિકટને સંબંધ છે એમ છે. હર્ટલ જે કહે છે તે માનવાને પૂરત આધાર હજી મ હોય એમ મને લાગતું નથી. હર્ટલ બતાવે છે તે બ્રહ્મલોક અને મુક્તિ વિશેની જેનોની ભાવના ઉપનિષદની ભાવનાથી જુદા પ્રકારની છે અને એ એને સરાવી શકાય એમ નથી. એ બે વચ્ચેની સમાનતા તે માત્ર Termini Technici છે. બેશક હિન્દુ સમ્પ્રદાયે ઉપર જેનધર્મની છાપ તે છે જ. પશુ ૫૮
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy