SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫) શ્વેતામ્બરે આજે સામાન્ય રીતે એ પર્વ શ્રાવણ વદિ બારશથી શરૂ કરે છે અને ભાદરવા શુદિ ૪થે સમાપ્ત કરે છે. દિગ મ્બરમાં એ પર્વ ૧૫ દિવસ ચાલે છે અને ભાદરવા શુદિ પાંચમથી વદિ પાંચમ સુધીનું ગણાય છે, ભાદરવા શુદિ ૪ પછીના ૭૦ દિવસના (કાર્તિક શુદિ ૧૪ સુધીના) કાળને પવિત્ર મનાય છે.99 પર્વની શરૂઆત ઉપવાસથી થાય છે. આખા આઠેય દિવસને ઉપવાસ કરે એ શ્વેતામ્બર વિધિ છે, પણ આ વિધિ શબ્દશઃ પળા નથી, કેમકે અનેક લોક આજે તે એકાન્તર દિવસે ઉપવાસ કરે છે, છેલ્લે દિવસે બધે પૂરે (વિહાર) ઉપવાસ કરે છે. એ દિવસે વળી પૌષધવત (પૃ. ૨૦૬) રાખવામાં ધર્મ મનાય છે, અને ત્યારે શ્રાવક સાધુજીવન પાળે છે. પિષધવ્રત પાળનાર શ્રાવક ઉપાશ્રયમાં કે એકાન્તમાં વીશેય કલાક રહીને ધ્યાન ધરે છે કે અધ્યયન કરે છે. આ પવિત્ર સપ્તાહમાં બધું સંસારી કામ બંધ રહે છે ને સે લેક ઉપાશ્રયમાં જાય છે, ત્યાં ઉપદેશ અપાય છે ને વ્યાખ્યાન વંચાય છે. *વેતામ્બરેમાં ખાસ કરીને કલપસૂત્ર વંચાય છે. પર્વને પાંચમે દિવસે મહાવીરના જન્મત્સવને વરઘેડે નીકળે છે. (મહાવીરને જન્મ સાચી રીતે તે ચૈત્ર શુદિ ૧૩ ને રેજ થયેલે મનાય છે.) પર્યુષણને છેલ્લે દિવસ સંવત્સરી છે ને તે જેનોના ધાર્મિક વર્ષને છેલ્લે દિવસ પણ છે. તે દિવસ પ્રતિક્રમણ કરવાને છે અને નવા વર્ષમાં કંઈ નવાં પાપ ન થાય એવી એની ભાવના છે. ગત આખા વર્ષમાં જેની જેની સાથે કલહ થયે હોય તે તે સોની એ દિવસે ક્ષમા યાચી લેવી જોઈએ, એમ સે જૈન ધર્મ મનાય છે. દૂર દેશાવરમાં વસનારની ક્ષમા મુખે માગવી અશકય હોવાથી વિજ્ઞપ્તિ લખીને જૈનો પિતાને ધર્મ સાચવે છે અને જાણ્યે અજાણ્યે જે કંઈ એમને માઠું લાગે એવું થયું હોય તેની ક્ષમા એ વિજ્ઞપ્તિમાં યાચે છે (પૃ. ૧૩૭) પર્યુષણ પછી સૌથી વધારે મહત્વનું જેનપર્વ સિદ્ધચક્રપૂજા છે. આ પૂજા વર્ષમાં બે વાર–ચત્રમાં અને આસોમાં થાય છે ને સાતમથી પૂનમ સુધી ૯ દિવસ ચાલે છે. એ વખતે મન્દિરમાં સિદ્ધચક્રની પૂજા વિધિપુરસર થાય છે. એમાંને કેઈ એક દિવસે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy