SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ દહીં, ઘી, મધ અને પાણી ) વડે સ્નાન કરાવે છે, લેપ કરે છે અને એની પુષ્પપૂજા, ફલપૂજા વગેરે અનેક પ્રકારે પૂજા કરે છે. એવે પ્રકારે ઈ. સ. ૧૯૨૫ માં છેલ્લે ઉત્સવ કરવામાં આવે હતે; એ પ્રચંડ પ્રતિમાના શિખાપ્રદેશ સુધી ચઢવાને માટે પ્રચંડ આયોજન રચવામાં આવ્યાં હતાં. પવિત્ર પ્રવાહી પદાર્થોવડે પ્રતિમાને સ્નાન કરાવવા માટે અનેક શ્રાવકો આતુર બની ગયા હતા, અને એમ સ્નાન કરાવવાનો અધિકાર લીલામ કરીને મોટી રકમ આપવામાં આવ્યું હતું. અમુક વિશિષ્ટ પ્રસંગોએ ધાર્મિક હેતુએ વિવિધ પ્રકારના ધ્વજ દિગમ્બરે ચડાવે છે. આદિપુરાણમાં ૧૦ પ્રકારના ધ્વજ કહ્યા છે; ચાર દિશામાં એ દશેય પ્રકારના ૧૦૮–૧૦૮ એટલે એકન્દરે ૪૩૨૦ ધ્વજ રાષભને નામે ચડાવે છે. એવા પ્રકારના વરિષ્ના ચડાવવાને રિવાજ આજે પણ છે. | તીર્થકરની પ્રતિમાની ભક્તિ કરવાને એક બીજે પણ પ્રકાર છે ને તે રથયાત્રાને છે. એવી રથયાત્રા કામમાં કમ વર્ષમાં એકવાર તે નીકળે છે જ. પણ પૂર્વે રથયાત્રાનું જેટલું મહત્વ મનાતું એટલું આજે નથી મનાતું; કારણ કે પૂર્વે મહાપ્રતાપી રાજાઓ જૈનધર્મ પાળતા અને તેઓ પ્રકાડ રથયાત્રા કાઢતા અને તેને લીધે ચક્રવત મહાપ (પૃ. ૨૨), સમ્મતિએ અને કુમારપાલે કાઢેલી રથયાત્રાનાં યશગાન જૈનોનાં ગ્રન્થમાં છે. આ મહત્સવને પ્રસંગે તીર્થંકરની પ્રતિમાને સ્નાન તથા અર્ચન કરીને ખુબ શણગારેલા પ્રકારડ રથમાં પધરાવે છે અને લોકની મેદની સાથે એ રથને નગરમાં ફેરવે છે. એ રથને હાથી કે ઘડા જોડેલા હોય છે. પ. જૈનોનું સૌથી પવિત્ર પર્વ પર્યુષા છે. ચાતુર્માસના એક માસ ને વશ દિવસ વીત્યા પછી, સાધુઓને ને શ્રાવકને પિતાનાં ધાર્મિક વ્રત પાળવાને દિવસ ( સંવત્સરી ) આવે છે તેની અગાઉ સાત દિવસથી એ પર્વ શરૂ થાય છે. એવી મહાવીરની આજ્ઞાને લીધે એને પર્યુષણ કહે છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy