SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૩૪ ) પ્રથમ ક્રિયા તા પ્રવ્રજ્યા છે. એમાં અનેક પ્રકારની નાની નાની ક્રિયાઓ હાય છે. આચાર્ય વિજયધસૂરિએ (આ આચાય ૧૦મી ડીસેમ્બર, ૧૯૨૩ ને રાજ માળવામાં આવેલા શીવપુરી ગામમાં સ્વર્ગવાસી થયા છે) સાધુ હિમાંશુવિજયને દીક્ષા આપેલી તેનું વર્ણન લખ્યુ છે, તેમાંથી સવિસ્તર વિગત મળી આવશે. એમાં જણાવ્યા પ્રમાણે એ ક્રિયા ૨૭ દિવસે સમાપ્ત થાય છે ને ત્યારપછીયે એ નવીન સાધુએ એક સપ્તાહ સુધી અમુક વ્રત પાળવાનાં હાય છે. સાધુની દીક્ષાને માટે લગ્નને જેટલે જ સમારમ્ભે શુભ મુહૂત્ત કાઢવામાં આવે છે; આ સમસ્ત ક્રિયામાં જે મોટા ખ કરવાના તે, જો સ્થિતિ સારી હાય તેા દીક્ષા લેનાર કે તેનાં સગાં સમ્બન્ધી આવીને કરે છે, નહિ તે શ્રાવકા ફાળા કરીને એ ખ કરે છે. સારાં કપડાં પહેરેલાં શ્રાવકશ્રાવિકાઓ દીક્ષા લેનારને તેને પિતૃગૃહેથી શિમિકામાં કે ઘેાડા ઉપર બેસાડીને વાજતે ગાજતે દીક્ષાક્રિયા થવાની હાય તે સ્થાને લઇ જાય છે. ત્યાં આચાય, ઉપાધ્યાય અને બીજા સાધુએ વાટ જોતા બેઠા હાય છે. નગર બહાર કોઇ પવિત્ર વૃક્ષ નીચે કે ગુરૂના સ્થાનકના ચાકમાં એ ક્રિયા થાય છે. ત્યાં મંડપ બાંધેલા હોય છે અને તેમાં વેદી ( નદી ) રચેલી હાય છે. પુષ્કળ સાધુસાધ્વીની અને શ્રાવકશ્રાવિકાની સમક્ષ ત્યાં જિનપ્રતિમાની પૂજા ને પછી પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગાવામાં આવે છે ને મત્રા ભણવામાં આવે છે. ત્યારપછી દીક્ષા લેનાર પેાતાનાં વસ્ત્રોના, આભૂષણાના અને ( જો હાય તે) ઉપ વિતના ત્યાગ કરે છે અને સાધુનાં વસ્ત્ર પહેરે છે. ત્યારપછી પેાતે પેાતાના વાળ ઉખેડી નાંખે છે અથવા તા ગુરૂ કે ખીજા કાઈ પાસે આ દુ:ખજનક ક્રિયા કરાવે છે. ત્યારપછી મંત્રા અને સૂત્ર ભણીને સામાયિક ચારિત્ર પાળવાનું વ્રત લે છે અને નવું નામ ધારણ કરે છે. ( સ્થાનકવાસી સાધુઓના નામ માટે ભાગે તેમનાં પૂર્વાવસ્થાના નામને મળતા હૈાય છે. ) ત્યારપછી માથા ઉપર વાસક્ષેપ કરવામાં આવે છે. પછી સમવસરણની પ્રદક્ષિણા કરીને એ નવીન સાધુ ગુરૂને અને બીજા સાધુને નમન કરે છે તથા સાધ્વીએ અને શ્રાવકશ્રાવિકા એ નવીન સાધુને નમન કરે છે. સ્ત
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy