SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૯૯) સ્ટષ્ટ પાદરીઓ, મૂત્તિપૂજાના વાસ્તવિક મ સમજ્યા વિના જ ભરતખંડની મૂર્તિ પૂજા વિષે પેાતાને ાનય આપી દે છે. મૂર્તિપુજાની ઉપર વળગી રહેલા કચરા તરફ જ એ ટીકાકારો દ્રષ્ટિ રાખે છે, પણ તેના અન્દરના ગની સામે તા જોતા જ નથી. પ્રેમાનન્દ ભારતીપ આદિ ઉપદેશકોએ યુરોપમાં સાચી રીતે જ બતાવી આપ્યું છે કે ‘ધ્યાનમાં આવી પ્રતિમાઓ સહાયભૂત થાય છે’ અને પછી પૂછ્યું છે કે જે મૂર્તિપૂજાને તિરસ્કારે છે અને છતાં ચે પેાતાના જાતીય ધ્વજ દ્વારા પેાતાના રાજાની અને પ્રિયજનની છબીદ્વારા પ્રિયજનની એક પ્રકારની પૂજા કરે છે એમનાં ગાંડપણુને શુ કહેવુ' ? જિનબિમ્બની પૂજા અતિ પ્રાચીન જૈનધર્મીમાં હતી કે નહિ તે વળી ત્રીજો જ પ્રશ્ન છે. પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ આ પ્રશ્નના નિર્ણય સ્પષ્ટ રીતે આવી શકે એમ નથી. આજે તીર્થંકરની જે મૂર્તિઓ છે, તેમાંથી પ્રાચીનમાં પ્રાચીન ઈસ્વીસનની પૂર્વેની ભાગ્યે જ કોઈ હશે. તે પૂર્વેના એટલે ઘણું કરીને ઈ. સ. પૂ. ૧૫૫ ના ગણાતા રાજા ખારવેલના કટકની પાસેના હાથીગુફામાંના શિલાલેખ મળી આવ્યે છે, તેમાં એવું લખેલું જણાય છે કે અગ્રજિનની ( ઋષભની ) પ્રતિમાને રાજા નન્દ ચારી ગયેલા. તે એ રાજા ખારવેલે પાછી આણીને પધરાવેલી. એ ઉપરથી એમ લેખાય કે ન ધ્રુવંશના સમયમાં ( ઈ.સ. પૂ. ૩૭૧ થી ) પણ તીર્થંકરની પ્રતિમાએ હતી; વળી કાઈ ફાઈ તા નંદરાજાને એથી ચે એક સૈકા વહેલા થયેલા માને છે,૩૬ એ ઉપરથી એમ ફલિત થાય કે જિનપ્રતિમાએની પૂજા ઇ. સ. પૂ. ૫ મા સૈકાની ચે પહેલાં થતી હતી. પણ આ વાત નિશ્ચિત કહી શકાય નહિ, કારણ કે એ શિલાલેખના સમય હેજી અનિશ્ચિત છે. જે ગ્રન્થા તીર્થંકરના સમયમાં અથવા અતિ પ્રાચીન સંધના કાળમાં લખાયા હોય તે ગ્રન્થા, મહાવીરના સમયમાં મૂર્તિ પૂજા હતી કે કેમ તેની પ્રમાણભૂત સાખ પૂરી શકે. પણ મહાવીરના સમયના અથવા એમની પૂર્વેના પુરૂષો સ્મૃતિ પૂજા કરતા હતા એવાં વણુના જે ગ્રન્થામાં છે તે મહુ પછીના કાળના છે ને તેની
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy