SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ટિકની તથા ત્રીજી સોનાની છે. શિખર ઉપર જે ચલિકા છે તે નીલમણિની છે અને ઘુમ્મટદાર છે. પર્વતની તળેટીમાં મારા નામનું ઉપવન, પહેલી કંદરા ઉપર નન્દન નામનું, બીજી કંદરા ઉપર સમજણ નામનું અને શિખર ઉપર પડ નામનું ઉપવન છે; એ બધામાં પાસવરે, ભવને અને સિદ્ધાયતને શેભી રહ્યાં છે અને તેમાં વ્યન્તરદે રહે છે. શિખરપ્રદેશની ચૂલિકા ઉપર પણ એક સિદ્ધાચતન છે. મેરૂ પર્વતની તળેટીમાં થઈને તા અને શરતોરા નામે બે મોટી નદીઓ વહે છે. તે નિષધ ને નીલવંત પર્વતમાંથી નીકળેલી છે. મેરૂ પર્વતમાંની ચારે તરફ ૪ ગજદંતાકૃતિ પર્વત છે. ૧ રૂપાને બનેલે હૈમના પર્વત આગ્નેય દિશાએ છે.. ૨ સેનાને બનેલે વિદ્યુમ પર્વત નૈત્ય દિશાએ છે. ૩ સેનાને બનેલે પાવન પર્વત વાયવ્ય દિશાએ છે. ૪ નીલમણિને બનેલે માવાન પર્વત ઇશાન દિશાએ છે. મેરૂ પર્વતની દક્ષિણમાં સૌમનસ અને વિદ્યુમ્રભની વચ્ચે દેવકર અને ઉત્તરમાં ગન્ધમાદન અને માલ્યવાનની વચ્ચે ઉત્તરકુરૂ એ બે ક્ષેત્રે આવેલા છે. આ બે ક્ષેત્ર સમસ્ત જમ્બુદ્વીપમાં સૌથી વધારે ભાગ્યશાળી છે, કારણ કે ત્યાં સુષમસુષમા યુગ સદા પ્રવર્તે છે. દેવકુરના પશ્ચિમના અર્ધ ભાગની મધ્યે શાલ્મલીનામનું એક મેટું વૃક્ષ છે, ઉત્તરકુરના પૂર્વના અર્ધ ભાગની મધ્યે જ નામનું એક મોટું વૃક્ષ છે, એ બેની ચારે બાજુએ બીજા અનેક નાનાં વૃક્ષ, સરવર અને સિદ્ધાયતન આવી રહેલાં છે. મેરની પૂર્વમાં પૂર્વ વિદેહ અને પશ્ચિમમાં અપર વિદેહ આવેલ છે. એ દરેકમાં ૧૬-૧૬ વિજય છે. તે વિજયમાં અનેક પ્રદેશે છે અને તેમાં પુષ્કળ પર્વત, નદીઓ ને શહેર આવેલાં છે; જેનોએ એ બધાના નામ વિગતવાર આપેલાં છે. બંને વિદેહમાં સામાન્ય ભાવ જેટલે અંશે એ કર્મભૂમિ છે એટલે અશે મનુષ્યલોક પ્રમાણે જ છે. ત્યાં દુશમસુષમ યુગ પ્રવર્તે છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy