SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૯) કરી શકાય તેટલી રીતે એ મતના થયા છે. જીવ, ઈશ્વર અને પ્રકૃતિના સ્પષ્ટ ભેટવાળા સાદા એકેશ્વરવાદથી માંડીને તે જગત્ તે માત્ર દેખાવ છે, બાકી સાચી રીતે તે એક માત્ર ઈશ્વર જ છે એવા સપૂર્ણ માયાવાદ સુધીને એમાં વિકાસ થયેલે છે. એમ ઈશ્વરભાવનાના મુખ્યત્વે ત્રણ વાદ છે. ૧ લે વાદઃ ઈશ્વર સંપૂર્ણ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને પવિત્ર છે; પોતાનાથી કેવળ ભિન્ન જગતને રચે છે અને સંહારે છે અને તેમાં જીવન અને પ્રકૃતિને નિયમિત રાખે છે. આ વાદ ખ્રિસ્તી અને મુસલમાન ઈશ્વરવાદની નિકટને છે અને ન્યાય તથા વૈશેષિક દર્શનને તથા વિવિધ વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયને ખાસ છે. ૨ જે વાદ: જગતના સર્જન સમયે જીવ અને પ્રકૃતિ અને ઈશ્વરથી જુદાં પડ્યાં અને તેના ઉપર ઈશ્વરે રાજ્ય કરવા માંડયું; પણ મૂળે તે એ ઈશ્વરમાંથી નીકળેલાં; ઈશ્વર બહુરૂપ થઈને એમને પ્રકટાવે છે અને પછી પાછે એમને પિતામાં સંકેલી લે છે. આ વાદ તે વૈષ્ણવ અને શૈવ સમ્પ્રદાને વિશિષ્ટાદ્વૈત વાદ છે. ૩ જે વાદઃ આ વાદમાં ઈશ્વર-રહ્મતેજ માત્ર સાચું તત્ત્વ અદ્વૈત છે. જગતનાં જે અનેકવિધ દશ્ય છે, એ તે માત્ર માયા છે અને અદ્વૈત અજ્ઞાન લાગવાથી તે ઉત્પન્ન થઈ છે; સાચી રીતે તે પ્રત્યેક જીવ ઈશ્વરથી અભિન્ન છે અને ભેદ જણાય છે તે તો માયાવી આભાસ માત્ર છે ને તેથી સ્વપ્ન જેવા મિથ્યા છે. અદ્વૈત વેદાન્તને આ માયાવાદ શંકરે ખાસ પ્રતિપાદિત કરેલ છે, છતાં વૈષ્ણવ, શૈવ, શાક્ત અને બીજા અનેક હિંદુ સંપ્રદાય એને માને છે. જૈન દર્શન આ સર્વે દર્શનેની વિરૂદ્ધ પડે છે, અને સ્પષ્ટ ભાવે તેમનું ખંડન કરે છે. એના કેટલાક મુખ્ય તર્ક આ નીચે આપ્યા છે. ૭ ઘડે જેમ કાર્ય છે, તેમ જગત પણ કાર્ય છે તે ઉપરથી સ્વીકારી લેવાય કે તેને કઈ કર્તા હવે જોઈએ; અને તેવી જ રીતે જગતમાંના કાર્યને જેમ કારણ હોય છે, તેમ જગતરૂપી
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy